Surat : વિદેશી દારૂની હેરાફેરી કરનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

નંબર પ્લેટ વગરની એક્ટીવા મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેના ઘરમાંથી પણ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે વાલક પાટિયા પાસેથી મોપેડ લઈ પસાર થતા બુટલેગર મનીષ દુધાતને આંતરી તેની મોપેડની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરી હતી. જેમાં બુટલેગરે ઘરમાં પણ દારૂ રાખ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેના ઘરે જઈ તપાસ કરતા ઘરમાંથી પણ દારૂનો જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો અને મોપેડ કબ્જે લઈ બુટલેગર મનિષ દુધાતની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.