Surat : વૈષ્ણવી એન્ટરપ્રાઈઝના નામે ઓફિસ શરૂ કરી આચરી ઠગાઈ

પુણા પાટીયા ખાતે આવેલ શિવમ રેસીડેન્સીમાં રહેતા અને વૈષ્ણવી એન્ટરપ્રાઈઝના નામે ઓફિસ શરૂ કરી લોકોને લોન અપાવવાનું કહી રૂપિયા પડાવી લેનાર ઠગ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા એલ.એચ. રોડ ખાતે આવેલ ઉગમ નગરમાં રહેતા અતુલ પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓને તથા ઉત્રાણ કોસાડ ખાતે આવેલ ઓપેરા સીટીમાં રહેતા સંજય ધીરજલાલ દેવમુરારી, કતારગામ ખાતે રહેતા લાલજી સલીયા સહિતનાઓ પાસેથી પુણા પાટીયા ખાતે આવેલ રેશ્મા રો હાઉસ સામેના શિવમ રેસીડેન્સીમાં રહેતા આદીત્ય પાંડે કે જેઓએ વૈષ્ણવી એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ શરૂ કરી લોન અપાવવાના બહાને તમામ પાસેથી રૂપિયા પડાવી લઈ લોન ન કરાવી આપી કે રૂપિયા પણ પરત ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.