Surat : વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં ચાલતા સ્પા માં ક્રાઇમ બ્રાન્ચના દરોડા

સુરતમાં સ્પાના નામે દેહવેપારનો ધંધો ચાલતો હોવાનુ અનેકવાર પોલીસે પકડી પાડ્યુ છે જો કે તેમ છતા હજુ પણ આ બદી સુરતમાં ધમધમી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દેહવેપાર કરાવી રહેલા એક સ્પા પર છાપો મારી એક ગ્રાહક અને મેનેજરને પકડી પાડ્યા છે.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.જે.ચૌધરીને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પર સર્જન પેલેસ પાસે આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરાવવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ગ્રાહક બનાવીને એક શખ્સને સ્પામાં મોકલ્યો હતો. જ્યાં પહેલા તેની સાથે મસાજની વાત કરીને બાદમાં વિદેશી મહિલા બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે છાપો મારી મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવને પકડી પાડ્યા હતા. સ્પામાંથી વિદેશી બે મહિલા મળી આવતા પોલીસે તેની અટક કરી હતી. જ્યારે સ્પાના સંચાલક સુનિલ દિપક ખેર નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. તો આ અંગે આ અંગે પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પકડાયેલા મેનેજર અને કર્મચારી છેલ્લા બે માસથી જ નોકરી પર લાગ્યા હતા. જ્યારે પકડાયેલી મહિલાઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ મહિલાઓ હાલ સુધીમાં અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. વિઝા અંગે તેમજ કસ્ટમર દીઠ કેટલા રૂપિયા લેવાતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.