Surat : વરાછા મિની બજાર ખાતે તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટર ઉભુ કરાયુ

સુરતમાં કોરોના કહેર વધ્યુ છે ત્યારે રત્નકલાકારોમાં પણ કોરોનાનો સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. જો કે તેમ છતા અનેક લોકો હજુ પણ માસ્ક વગર ફરી રહ્યા છે જેઓ સામે મનપા તંત્ર લાલ આંખ કરી રહ્યો છે. તો વરાછા મિની બજાર ખાતે તંત્ર દ્વારા રોજ 150 થી વધુ રેપિડ ટેસ્ટ કરાય છે જેમાંથી 25 જેટલા પોઝિટિવ આવી રહ્યા છે. હાલ રેપિટ ડેસ્ટમાં વધારો કરાયો છે.
સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ફરી જાણે રત્નકલાકારો કોરોના નો ભોગ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. તો સુરતના વરાછા મિની બજાર ખાતે તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટર ઉભુ કરાયુ છે. જ્યાં 150 થી વધુ રોજ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે જેમાંથી 25થી વધુ રોજ પોઝીટીવ દર્દી નોંધાઈ રહ્યા છે. જેને લઈ મનપા દ્વારા ફરી ટેસ્ટિંડમાં વધારો કરાયો છે. તો રોજેરોજ વધી રહેલા કોરોનાના કેસોને લઈ મની બજાર ખાતે મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની વસુલાત કરાઈ હતી.
હાલમાં સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે લોકો પણ તંત્રને સાથ આપે અને પોતાના પરિવાર માટે માસ્ક પહેરી ગાઈડ લાઈનનું પાલન કરે તેવી અપિલ કરાઈ રહી છે.