Surat : વરાછા વિસ્તારમાં પૈસા ની લેતી દેતી મામલે હત્યા કરાઈ

સુરતમાં ફરી હત્યાની ઘટના બની છે..સુરત ના લંબે હનુમાન મંદિર સામે આવેલી પાટીચાલ માં 50 રૂપિયા ની ફાટેલી નોટ માંથી ઝઘડો થયો હતો ..ઝઘડા ના પરિણામે બે વ્યક્તિએ દુકાનદાર ને ચપ્પુ ના ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતાર્યો હતો.સમગ્ર મામલે વરાછા પોલીસે હાથ ધરી છે.
સુરતમાં હાલ હત્યારાઓ ને પોલીસ નો કોઈ ખોફ રહ્યો ના હોય તેમ અસામાજિક તત્વો બે ફામ બન્યા છે અને પોતાની પાસે હથિયારો રાખતા થયા છે..સુરત ની વાત કરવામાં આવે તો સુરત માં નાની એવી માથાકૂટ પણ લોહિયાળ સાબિત થઈ રહી છે..તેવીજ એક ઘટના સુરત માં ફરી સામે આવી છે ..વાત છે સુરત ના લંબે હનુમાન મંદિર સને આવેલી ઝૂંપડ પટ્ટી પાટી ચાલ ની ગત સાંજે ઝૂંપડપટ્ટી મા દુકાન ચલાવતા વેપારી અમરદીપ ગુપ્તા પાસે બે વ્યક્તિ શાહરુખ શેખ અને જુબેરશેખ ખરીદી કરવા આવે છે અને ખરીદી બાદ રૂપિયા માં 50 ની નોટ આપે છે જે નોટ ફાટેલી હોવાથી દુકાનદાર નોટ લેવા ની ના પાડે છે ..તે સમયે માલ ખરીદી માટે આવનાર વ્યક્તિ દુકાનદાર ને નોટ લેવા જબરજસ્તી કરે છે અને દુકાનદાર તેની મનાઈ કરે છે અને આરોપી ત્યાંથી નીકળી જાય છે..એક કલાક બાદ આરોપી શાહરુખ શેખ અને જુબેરશેખ ફરી આવે છે એન દુકાનદાર અમરદીપ ગુપ્તા પર ચપ્પુ વડે હુમલો કરી તેમની હત્યા કરી ફરાર થઈ જાય છે...
આ ઘટના ને લઈ સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ..જે રીતે હત્યા ની ઘટના બની છે તેને લઈ સ્થાનિકો આરોપીઓ ને ફાંસી ની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે..સ્થાનિકો એ આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તાર માં અવારનવાર સામાજિક તત્વો આતંક મચાવી રહયા છે કોઈ પણ વસ્તુ ની તોડફોડ કરે છે અને જો કોઈ અનાકાની કરે તો તેમને માર મારે છે ..જેને લઈ પોલોસ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે .
જે રીતે સુરત માં હત્યાઓ ની ઘટના બની રહી છે તેને જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે ગુનેગારો ને પોલીસ નો કોઈ ખોફ રહ્યો નથી..અવાર નવાર હત્યા ની બનતી ઘટના ને લઈ પોલોસ ને પેટ્રોલિંગ સખત કરી અને આવા અસામાજિક તત્વો સામે તવાઈ કરવી જરૂરી બન્યું છે..હાલ વરાછા પોલીસે આ ઘટના ને લઈ સઘન તપાસ શરૂ કરી છે