Surat : શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાશ્રમ ખાતે યોગ ગરબાનુ આયોજન

ભાઠામાં આવેલ શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વડિલોને શારીરિક અને માનસિક રાહત મળે એવા હેતુથી યોગ ગરબાનુ આયોજન કરાયુ હતું જેમાં વડીલો ઉત્સાહભેર યોગ ગરબે ઘુમ્યા હતાં.
એડવોકેટ અને નોટરી બીના ભગત દ્વારા સમગ્ર આયોજન યોગ ગરબા એ યોગા અને ગરબા નું સંયોજન છે જેનો મુખ્ય હેતુ ભારતની સંસ્કૃતિ યોગા અને ગુજરાત ની ધરોહર એવા ગરબા નો ઉપયોગ કરી સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો છે ત્યારે અહી વૃદ્ધા આશ્રમમાં ઉપસ્થિત દેરક વડીલો યોગ સાથે ગરબામાં હોંશે હોંશે ભાગ લીધો હતો. સુરત જાણીતા આશિષ રંગરાજ ઇન્ડિયન એકેડમી ઓફ યોગ ગરબામાં આ વડીલોને પહેલું સુખ જાતે નર્યા કરો યોગ રહો ફિટના સૂત્રને સાર્થક કરતાં આશિષ રંગરાજે વડીલોને અગલ અગલ યોગના પ્રાણાયમ કરાવ્યા હતા પણ વિષેતા એ હતી કે યોગ દ્રારા ગરબા સંગીત ના તાલે કરાવ્યા હતા અને વડીલો યોગ સાથે ગરબે રમ્યા હતાં. શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાઆશ્રમમાં યોગ ગરબામાં થોડાં મહેમાનોને પણ આ પ્રસંગે આમંત્રીત કર્યા હતાં.