Surat : શહેરમાં વધુ નવા 228 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 228 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 35,786 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 1ના મોત સાથે મૃતાંક 998 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 32,977 પર પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 228 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 35,786 પર પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 1 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 998 થયો છે. રવિવારે સુરત શહેરમાંથી 173 અને જિલ્લામાંથી 82 મળી કુલ 255 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 32,977 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,811 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 25,978 કોરોના પોઝિટિવ કેસમાં 723 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9,808 કેસ પૈકી 275ના મોત થયા છે. સુરત સિટીમાં 24,055 અને સુરત જિલ્લામાં 8,922 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.