Surat : સેઈલર યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

સુરતમાં ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે મોરાભાગળ ખાતે આવેલ ભાણકી સ્ટેડિયમમાં દશમો રક્તદાન કેમ્પ સેઈલર યુથ ક્લબ દ્વારા આયોજન કરાયુ હતું.
હાલ સુરત શહેરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે સુરતમાં રક્તની પણ ભારે અછત ઉભી થઈ છે. જેને લઈ સેઈલર યુથ ક્લબ રાંદેર દ્વારા મોરાભાગળ ખાતે આવેલ ભાણકી સ્ટેડિયમમાં દશમો રક્તદાન કેમ્પ યોજ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન બાબુભાઈ કાપડીયા, પ્રવિણભાઈ માળી, સિનિયર એડવોકેટ શાંતિલાલ પટેલ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યુ હતું. કોરોનાની ગાઈડ લાઈન મુજબ આ રક્તદાન કેમ્પનું સેઈલર યુથ ક્લબ દ્વારા આયોજન કરાયુ હતું.
સેઈલર યુથ ક્લબ દ્વારા આયોજીત દશમા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સુત્રને સાર્થક કર્યુ હતું.