Surendranagar : નાનીયાણી ઝુંપડાની સીમ માંથી 1292 કિલો ગાંજાનું વાવેતર ઝડપાયું

ચોટીલા નાનીયાણી ઝુંપડા ની સીમ માંથી 1292 કિલો ગાંજાનું વાવેતર ઝડપાયું
એક ઈસમને ઝડપી પાડી વધુ એક ઈસમ સામે કાર્યવાહી હાથ ધરાઈ
મસમોટો ગાંજાનો જથ્થો ઝડપાયો નો જિલ્લાનો અંદાજીત રૂ. 1 કરોડ થી વધુ નો રકમનો પ્રથમ બનાવ
નાનિયણી ઝુંપડા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાઈ જવા પામ્યું. જેમાં લીંબડી ડી.વાય.એસ. ચેતનકુમાર મુંધવા સહિત ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર બી.કે.પટેલ તેમજ સાંગણભાઈ,જયેશભાઇ પટેલ, નરેશભાઈ મકવાણા,રાજેશભાઇ સહિત પોલીસ ટીમે રેઈડ કરી હતી. પોલીસે આ બનાવમાં એક ઈસમ નરશી અરજણભાઈ ને ઝડપી પાડીને વધુ એક સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.નાનીયણી ઝુંપડા ગામની સીમમાં ગાંજાનું વાવેતર થયાની લીંબડી ડીવાયએસપી ચેતનકુમાર મુંધવા ને બાતમી મળી હતી. આથી બનાવ વાળા સ્થળે ચોટીલા પોલીસને સાથે રાખી રેઈડ પાડી હતી. પોલીસની રેઈડમાં ગાંજાના 738 જેટલા લીલા છોડવા મળી આવ્યા હતા. આથી પોલીસે બનાવવાળા ખેતરમાંથી અંદાજે રૂપિયા 1.3 કરોડના ગાંજા સાથેનો મુદ્દામાલ ઝડપી લઇ ચોટીલા પંથક ના ઈસમને ઝડપી લીધો છે. જ્યારે આ બનાવમાં બીજા એક ઈસમનું નામ ખૂલતાં પોલીસે તે દિશામાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
( જ્યારે તેનું કુલ વજન 1292 કિલોગ્રામ અને તેની કિંમત રૂ. 1 કરોડ 3 લાખ 40 હજાર 320 ત્રણસો વિસ રૂપિયા નો જંગી મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. )