Tharad : ઘોડાસરના ચાર યુવકોને આજીવન કેદની સજા ફટકારી

થરાદની એડિશનલ સેશન કોર્ટે ઘોડાસર ના ચાર યુવકોને આજીવન કેદની સજા ફટકારી
થરાદમાં આવેલી એડિશનલ સેશન્સ કોર્ટમા આજે સરકારી વકીલ આર ડી જોશીની ધારદાર દલીલો સાથે 2017 નો કલમ 307, 114, 323 ,302 હેઠળ કેસ ચાલી ગયો હતો જેમાં એડીસનલ જજ શ્રી બી એસ પરમારે આજે ઘોડાસર ના ચાર યુવકો ને એક વૃદ્ધની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ પ્રત્યેકને ૧૦ હજારનો દંડ જેમાં ૪૦ હજાર દંડ ફટકાર્યો હતો જેમો સરકારી વકીલ આર.ડી જોશીએ જણાવ્યું હતું કે 2017માં ઘોડાસર ગામ ના કલ્પેશ ભુદરા ઠાકોરે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા કુટુંબના કાકાની દીકરી-ના-લગ્ન કોચલા ગામે કર્યા હતા અને તે અમારા બનેવી અમારા ઘોડાસર ગામમાં ખેતરમાં ખેડ કરવા માટે એક દિવસ આવ્યા હતા અને તે ખેડ કરીને તેઓ સાંજના સુમારે કોચલા ઘરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં મારા બનેવી ને અમારા ગામના પારસજી ઠાકોર, જબરાજી ઠાકોર ,નટાજી ઠાકોર, અને ડાયજી ઠાકોરે લોખંડની પાઈપો લઈને ધસી આવ્યા હતા અને મારા બનેવી ને રોકી ને માર માર્યો હતો ત્યારે હું વચ્ચે પડતા મારા બનેવી ને બચાવી ને મારા બનેવી ને ઘરે મુક્યા હતા ત્યાર પછી એ લોકો મને મારવાની કોશિશ કરતો હું ડરી ને ઘરે દોડી આવ્યું હતું ત્યારે મારા પિતાજી વચ્ચે પડતાં મારા પિતાજી એ ભૂંડી ગાળો બોલવાની ના પાડતાં પારસ ઠાકોર ઉશેકરાઈ જઈને મારા પિતાજીના માથામાં લોખંડની પાઈપ મારી અને બાકીના ત્રણ જણ સાથે આવેલા ત્રણ જણાએ લાકડીનો મૂઠ મારતા મારા પિતાજી બે ભાન થતાં તે લોકો નાસી છૂટયા હતા અને ત્યારબાદ મારા પાડોશી 108 બોલાવી અને તેઓને થરાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ વઘુ માર ના કારણે તેઓને મહેસાણા દાખલ કરવામાં આવ્યા હતા અને મહેસાણા હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ આથી ચારેય આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને આજે ત્રણ વર્ષનો સમયગાળો પૂરો થતાં તેઓ થરાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જવા પામ્યો હતો અને સરકારી વકીલ આર ડી જોષી ની જોરદાર દલીલો સાથે આ ચારેય આરોપીઓને આજીવન કેદની સજા સેશન કોર્ટે સંભળાવી હતી.