Tharad : મેડિકલ સ્ટોરમા આઈ.પી.એસ પુજા યાદવ ના દરોડા

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી મેડિકલ માંથી ડોક્ટરના પ્રિસ્પીકશન વગર ટેબ્લેટ તેમજ અન્ય શિરપ સહિતની અનેક પ્રતિબંધિત નશીલી દવાઓ મળી રહેવાના કારણે યુવાધન તેની ઝપટમાં આવી રહ્યું હતું જેને લઇને ગુરુવારે આઈ.પી.એસ પુજા યાદવ દ્વારા ડમી ગ્રાહક મોકલી ખાત્રી કર્યા બાદ એક દુકાનમાં મોડા સુધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી થરાદ નગરમાં આવેલી અનેક મેડિકલમાં જિલ્લા આરોગ્ય વિભાગના ડ્રગ ઈન્સપેક્ટરોની રહેમ નજર તળે ડોક્ટરના પ્રિસ્પીકશન વગર પણ પ્રતિબંધ નશીલી દવાઓ મોટા પ્રમાણમાં વેપાર થતો હોવાની બૂમરાણ ઉઠવા પામી હતી તેથી આ બાબતમાં થરાદ આઈ.પી.એસ પૂજા યાદવ ને ધ્યાન માં આવી હતી આથી તેમણે ગુરુવારે તપાસ હાથ ઘરી હતી જેમાં તેમણે કેટલીક મેડિકલમાં ડમી ગ્રાહક મોકલી હતા જમણે કેટલાક પ્રકારની દવાઓની માગણી કરી હતી જે એક મેડિકલ માંથી મળી આવી હતી.આ સાથે જ તેમણે તેમાં વધુ તપાસ હાથ ધરી તે ગુરુવારે બપોરે હાથ ધરાયેલી તપાસ રાત્રે મોડા સુધી ચાલી હતી જેમા થરાદના તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લાના ડ્રગ ઈન્સપેકટર ને બોલાવ્યા હતા તેમજ ગાંધીનગર એફ.એસ.એલ ની ટીમની પણ મદદ લેવામાં આવી હતી જો કે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ હોવાનું જણાવી પત્રકારોને તપાસ કામગીરી પૂર્ણ થયેલ માહિતી અપાશે તેવું જણાયું હતું