Upleta : પૂજ્ય શ્રી જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી

ઉપલેટામાં લોહાણા મહાજન સમાજ દ્વારા સંત સિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી.
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી સમગ્ર વિશ્વમાં થતી હોય છે પરંતુ આ વર્ષ કોરોના વાયરસ જેવી મહામારીને પગલે દરેક તહેવાર અને ઉત્સવ સાદાઈ તેમજ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે જેમાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતી ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉજવાય હતી. આ જલારામ જયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા સવારે સતી માં ની ડેરીએ એટલે કે લોહાણા મહાજન સમાજ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને બપોર બાદ ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબા બાદ અનકોટનું પણ આયોજન કરાયું હતું. અનકોટ બાદ લોહાણા મહાજન સમાજ દ્વારા કેન્ડલ આરતી પણ કરવામાં આવી હતી. કેન્ડલ આરતી કર્યા બાદ સમાજ લોહાણા મહાજન સમાજનું સમૂહ ભોજન પ્રસાદનું પણ આ તકે આયોજન કરાયું હતું. આ સમાજ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને તમામ કાર્યક્રમની તૈયારી અગાઉ ત્રણ દિવસથી ચાલી રહી હતી. લોહાણા મહાજન સમાજ ઉપલેટા દ્વારા પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ શુભ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.