Upleta : પત્રકાર સંઘ દ્વારા ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરાઈ

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી ગરીબ બાળકોને પતંગ, લાડવા અને બિસ્કિટનું કરાયું વિતરણ
ઉતરાયણ પર્વ પર સૌ કોઈ તહેવારની ઉજવણી કરે છે ત્યારે આ ઉતરાયણ પર્વની ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં પત્રકાર સંઘના પત્રકારો દ્વારા ઉપલેટા શહેરના સ્લમ અને પછાત તેમજ ગરીબ વિસ્તારના બાળકોને પતંગ, લાડવા તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઉપલેટાના પછાત વિસ્તાર જેમ કે ઉપલેટા પોરબંદર રોડ, ખાખીજાળિયા રોડ તેમજ અન્ય દરેક વિસ્તાર કે જ્યાં ગરીબ લોકો અને સ્લમ લોકો રહે છે તે તમામ વિસ્તારના લોકોના બાળકોને ઉતરાયણના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે લાણી અને પતંગનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ તકે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના કૃષ્ણકાંત ચોટાઈ, જગદીશભાઈ રાઠોડ, ભરત રાણપરિયા, કિરીટ રાણપરિયા, કાનભાઈ સુવા, જયેશ મારડિયા, વિપુલ ધામેચા, અરશીભાઈ આહીર, આશિષ લાલકિયા, ઈમરાન સરવદી, પ્રવીણભાઈ શુકલ,કરણ ચાવડા ,અલ્પેશભાઈ ત્રિવેદી સહિતના પત્રકાર સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.