Upleta : મોટી પાનેલીમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર નિર્માણ અંગેની મિટિંગ યોજાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોટી પાનેલીમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર નિર્માણ અંગેની મિટિંગ યોજાઈ
હિન્દૂ સમાજના આરાધ્ય દેવ પૂર્ણ પુરુસોત્તમ પ્રભુ શ્રી રામની જન્મભૂમી કાજે પાંચસો પાંચસો વર્ષોથી હિન્દૂ સમાજ અનેકો અનેક મુસીબતોનો સામનો અને અસંખ્ય બલિદાનો આપીને પ્રભુ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા ભૂમિ માટે માનનીય સુપ્રીમ કોર્ટનાં એઇતિહાસિક ચુકાદાથી કરોડો હિંદુઓની આસ્થા અને પ્રાર્થના ફળી હતી કારસેવકોનું બલિદાન અને સંતો મહન્તોની ધર્મસભા સાથે સંઘ વીએચપી બજરંગદળ જેવી અનેક હિન્દૂ સંસ્થાઓના કાર્યકરો કોર્ટનાં ચુકાદાથી ઝૂમી ઉઠ્યા હતા અને ગામો ગામ ફટાકડા ફૂટ્યા હતા ત્યારે પાંચમી ઓગસ્ટના પવિત્ર મુહૂર્તમાઁ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ સંચાલક મોહન ભાગવતજી સાથે અખંડ નિર્મલા અખાડાના સંતો મહન્તોના હસ્તે ભૂમિ પૂજનનો ભવ્ય અને દિવ્ય કાર્ય કરી મંદિર નિર્માણનો પ્રારંભ કરેલ.
અયોધ્યામાઁ મંદિર નિર્માણ માટે ગામોગામથી પ્રભુશ્રી રામના નામની ઈટો આવેલ છે તેમનો પણ ઉપીયોગ થઇ રહ્યો છે તેમજ ભવ્ય મંદિરના નિર્માણમાઁ દેશ વિદેશના હરેક હિન્દૂ પરિવારનો લોકફાળો લઇ ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જય રહ્યું છે ત્યારે દેશના હર એક ગામ શહેરમાઁ દરેક હિન્દૂ પરિવાર સુધી પહોંચી બનતો સહકાર મેળવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરા દેશમાઁ ફરી વળશે અને હિન્દૂ સમાજના સ્વાભિમાન માટે દરેક હિન્દૂ ગર્વ સાથે કહી શકે કે અયોધ્યા મંદિરના આ ભવ્ય મંદિરમાં અમારો પણ સહયોગ છે એવા ભગીરથ મનસૂબા સાથે ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સર્વ સમાજ અને આગેવાનો સાથે આજુબાજુના ગામોના આગેવાનોની વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં સંઘના પ્રાંત પયાઁવરણ પ્રમુખ દિલીપભાઈ રાડિયા, વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા જીલ્લા અધીકારી દિલીપભાઈ મોડાસીયા, તાલુકા સંયૉજક કૌશલભાઈ પરમાર ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાઁ ઉપસ્થિત આગેવાનો પ્રતિનિધિઓને મંદિર નિર્માણ અંગેની બ્લુ પ્રિન્ટ રાજુ કરી પાનેલી તેમજ આજુબાજુના ગામમાંથી દરેક હિન્દૂ સમાજ આ કાર્યમાઁ સહભાગી બને તેવું કરવા આગ્રહ ભરી અરજ કરેલ.
સાથે જ દિલીપભાઈ રાડિયાએ પોતાના પ્રવચનમાઁ રામજન્મભૂમિનો પાંચસો વર્ષનો ઇતિહાસ છેક પંદરસો અઠ્યાવીસથી લઇ ૨૦૨૦ ના ભૂમિપૂજન સુધીની વાત બધા સમક્ષ મૂકી મંદિર માટેની ઐતિહાસિક લડતથી વાકેફ કરેલ અને લાખોના બલિદાન પછી આ સ્વાભિમાન કાર્યમાં હિન્દૂ સમાજની જીત થઇ છે તેવું જણાવેલ. કૌશલભાઈ તેમજ દિલીપભાઈએ રામ મંદિર નિર્માણ અંગેનું સુંદર ગીત રાજુ કરેલ જેને રામધૂન મંડળ દ્વારા સંગીત પીરસવામાં આવેલ જેમાં સર્વો ઝુમી ઉઠ્યા હતા. મોટી પાનેલીમાં યોજાયેલ આ મિટિંગમાઁ લગભગ બસો થી અઢીસો જેટલાં લોકોએ હાજરી આપેલ જેમાં સરપંચ મનુભાઈ ભાલોડીયા, ઉપસરપંચ બધાભાઇ ભારાઈ, પાનેલી વેપારી મંડળના વેપારીઓ, જલારામ યુવક મંડળના સભ્યો રામધૂન મંડળના સભ્યો, દાળમાં દાદા યુવા ગ્રુપ, નાકાવાળી ગ્રુપ, ગેલેક્ષી બાવીસી ગ્રુપના સભ્યો, સહકારી મંડળી, દૂધમંડળીના સભ્યો, ગરબી મંડળના સ્વયંસેવકો, ગ્રામપંચાયતના સભ્યો સાથે કર્મચારી મંદિરના પુજારીઓ ટ્રષ્ટીઓ તેમજ તમામ સમાજના પ્રમુખ વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યને વધાવી લીધેલ અને કાર્યમાં પૂરતો સહકાર આપવાની ખાત્રી આપેલ. કાઁયક્મ નુ સુંદર આયોજન અતુલભાઈ ચગે કરિયુ હતુ.