Visavadar : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માહિતી માંગવામાં આવી

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિસાવદર ચીફ ઓફિસર નગરપાલિકા સામે માહિતી માંગવામાં આવી.
સ્થાનિક સતાધીશ કોર્પોરેટર રમેશ માંગરોલિયાએ માહિતી માંગતા રાજકીય હલચલનો સંભાવના
વિસાવદર નગરપાલિકાના સદસ્ય રમેશ માગરોલીયાએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નગરપાલિકાના માહિતી અધિકારી અને ચિફ ઓફીસર પાસે વિવિધ આઠ મુદ્દાસર માહિતી માં ગેલ છે જેમાં અરજદારોના નામ,મંજુર થયેલ અરજીઓ,પ્રથમ હપ્તાની ચૂકવણીની વિગત,પેન્ડીગ અરજીઓ તેમજ આ વિભાગમાં ફરજ નિભાવતા કમૅચારીઓની માહિતી માટે અરજી કરેલી છે‌.પોતે સત્તાપક્ષ તરીકે હોવા છતાં આ માહિતી કેમ માંગી તે ભારે ચર્ચા નો વિષય બની ગયેલ છે. શું આમાં કોઈ ભ્રષ્ટાચારની ગંધ આવતી હશે કે કોઈ રાજકીય અસંતોષની વાત હશે.પણ આ માહિતી માટેની અરજ કરતા વિસાવદરનુ રાજકારણમાં શું કોઈ હલચલ ચાલી રહી છે.તેવુ લોકમુખે ચર્ચિત છે.