Visavadar : સગર્ભા માતાઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ વિસાવદર તાલુકાના ના કાલસારી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા સગર્ભા માતાઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 80 જેટલી સગર્ભા માતા ઓનું ચેકઅપ તથા નિદાન કરવામાં આવ્યું હતું
કાલસારી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ આ કેમ્પ મા જૂનાગઢ અવધ હોસ્પિટલ ગાયનેક ડૉ.નૈનેશ જાલાવડીયા સાહેબ દ્વારા સગર્ભા માતાઓનું ફ્રી નિદાન તેમજ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ કાલસારી PHC ના મેડિકલ ઓફિસર ડૉ.હિંમત ગેડિયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પણ આ કેમ્પ મા સગર્ભા માતા ઓને વિસ્તૃત માર્ગદર્શન તેમજ સલાહ-સુચન આપવામાં આવ્યું હતું..કલસારી ખાતે યોજવામાં આવેલ કેમ્પ માં જુનાગઢ જિલ્લાના 108 અધિકારી વિસૃત જોશી સાહેબ તથા ખિલખિલાટ કોર્ડિંનેટર રાહુલ ખાણીયા અને 108 પાયલોટ હરેશભાઇ દવે દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
તથા સગર્ભા માતાઓને ઘરેથી કાલસારી PHC સુધી સુરક્ષિત ખિલખિલાટ દ્વારા લઈ આવવામાં આવ્યા હતા..તથા સગર્ભા માતાઓ નું ચેકઅપ થઈ ગયા બાદ આ સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે કેમ્પ થી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા..
સાથે સાથે ખિલખિલાટ ના કેપ્ટન,અનિલભાઈ ચૌહાણ.ભાવેશભાઈ દવે,રોહિતભાઈ દવે ,સનતભાઈ સુરું અને વિજયભાઈ પરમાર દ્વારા પણ ખુબજ સુંદર સેવાઓ પુરી પાડવામાં આવી હતી..