અબડાસા બેઠકના અપક્ષ ઉમેદવારના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા કેમ આવ્યા જાણો

અબડાસા બેઠકના અપક્ષ ઉમેદવારના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા કેમ આવ્યા જાણો

ગુજરાતમાં ભાજપ પોતાનુ જોવે તો સારૂ પ્રજા જ મારી હાઇકમાન્ડ છે. સરકાર અદાણી, અંબાણી માટે નહિ પરંતુ ગરીબ લોકો માટે હોવી જોઈએ.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર ટક્કર આપી રહ્યા હોવાની ચર્ચોએ જોર પકડ્યું છે ત્યારે અપક્ષ ઉમેદવારના પ્રચારમાં શંકરસિંહ વાઘેલાએ પ્રચાર કર્યો હતો. અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પડેયાર બંને રાજકીય પક્ષોને ટક્કર આપી રહ્યા છે. અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45 ટકા છે જેથી આ બેઠક પર ત્રી - પાંખીયો ચૂંટણી જંગ ખેલાયો છે. શંકરસિંહ ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે તેવો કોંગ્રેસના ધારાસભ્યોએ શંકરસિંહ ઉપર આક્ષેપ મુક્યો હતો. શંકરસિંહ બાપુએ લઘુમતી અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કરતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા કહ્યું હતું કે શંકરસિંહ ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે. ધારાસભ્યના નિવેદનનો જવાબ આપતા શંકરસિંહે કહ્યું હતું કે મારા પર આક્ષેપ કરનારાને ભૂતકાળમાં મેં જ ધારાસભ્ય બનાવ્યા છે. પ્રજા જ મારી હાઇકમાન્ડ છે.
ગુજરાતના કચ્છ અબડાસા બેઠકની પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા એક પછી એક કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે શંકરસિંહે અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરતા કહ્યું હતું કે મને કોઇના સર્ટિફિકેટની જરૂર નથી. હનિફ પડેયારનું સમર્થન કરી રહ્યો છુ કોમવાદ નહી. ભાજપ પોતાનુ જોવે તો સારૂ. પ્રજા જ મારી હાઇકમાન્ડ છે. આ અદાણી, અંબાણી માટેની સરકાર નહી પરંતુ ગરીબ લોકો માટેની સરકાર હોવી જોઈએ. .