અમદાવાદ અને સુરતમાં કોરોનાને લઇ સ્થિતિ બગડી - મૌતનો આંક 4000 નજીક થતા તંત્ર એલર્ટ

અમદાવાદ અને સુરતમાં કોરોનાને લઇ સ્થિતિ બગડી - મૌતનો આંક 4000 નજીક થતા તંત્ર એલર્ટ

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે ત્યારે ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1540 નવા કેસ આવતા કુલ કેસનો આંકડો 2,01,949 પર પહોંચ્યો છે તો કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,83,756 પર પહોંચ્યો છે. આજે 14 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 14,287 એક્ટિવ કેસ છે તો રાજ્યમાં રિકવરી રેટ 99.99 ટકા થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 91,469 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 74,80,789 પર પહોંચ્યો છે. હાલમાં સરકાર માટે ચિંતા એ છે કે રાજ્યમાં છેલ્લા 5 દિવસથી રોજના 1500થી વધુ કોરોના કેસ નોંધાય રહ્યા છે.
આજે અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56, વડોદરા શહેરમાં 128, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 58,ગાંધીનગર શહેરમાં 42, ગાંધીનગર જિલ્લામાં 39 કોરોનાના કેસ નોંધાયા છે.
અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ બગડી રહી છે. છેલ્લા 5 દિવસમાં આ બંન્ને શહેરોમાં 1700 થી વધુ કેસ નોંધાયા છે તો સાથે અમદાવાદમાં આજે કોરોનાથી 10 ના મૌત અને સુરતમાં 2 ના મૌત સાથે મૌતનો આંક 4000 નજીક થતા સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે.