અમદાવાદ : કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે નિયત પ્રક્રિયા

કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે નિયત પ્રક્રિયા અનુસરવી પડે છે. એમ્બ્યુલન્સની લાઇન અને સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતા વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઇ સંબંધ નથી આવો સાંભળીએ શું કહ્યું તબીબી અધિકારીઓએ..
રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ સંપૂર્ણ ક્ષમતાએ જ કાર્યરત્ છે અને પ્રત્યેક દર્દીને જીવાડવાનો જંગ ખેલી રહી છે.
દાખલ થયેલા તમામ પૈકીનો પ્રત્યેક દર્દી રિકવરીના સંતોષજનક સ્તરે આવી ન જાય ત્યાં સુધી તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાના કર્તવ્યનું જ સિવિલ હોસ્પિટલોના તબીબો સહિત સમગ્ર સ્ટાફ પાલન કરી રહ્યો છે. કોઇ દર્દીને ICUમાંથી સીધો સાદા બેડ પર લઇ જઇ શકાતો નથી કે સીધું જ ડિસ્ચાર્જ પણ આપી શકાતું નથી..એ દર્દીના જીવને જોખમમાં મૂકવા બરાબર હોય છે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા દિવસમાં ત્રણ વખત કોરોના વોર્ડમાં રાઉન્ડ લઈ દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ ચકાસવામાં આવે છે. સ્વાસ્થ્ય સ્થિતિને લગતા માપદંડો સામાન્ય જણાઇ આવ્યા બાદ જ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.
કોરોનાની આ વસમી પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારનો મેડિકલ સ્ટાફ પૂરી કર્તવ્ય નિષ્ઠા સાથે ઉત્તર દાયિત્વ નિભાવી રહ્યા છે અને તમામ દર્દી પ્રત્યેની પોતાની જવાબદારી ૧૦૦ ટકા પૂરી કરી રહ્યો છે. દાખલ થયેલા તમામ પૈકીનો પ્રત્યેક દર્દી જ્યાં સુધી સારવાર પછીની રિકવરીના સંતોષજનક સ્તરે આવી ન જાય ત્યાં સુધી દર્દીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાના કર્તવ્યનું જ સરકારી હોસ્પિટલોના તબીબો સહિત સમગ્ર સ્ટાફ પાલન કરી રહ્યો છે.