અમરેલી : ખંડણી માંગનારને ૪૮ કલાકના ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમરેલીમાં ખંડણી માંગનારને ૪૮ કલાકના ક્રાઈમ બ્રાન્ચે ગોંડલના મોવિયા રોડ ઉપરથી ઝડપી પાડી શહેરમા છત્રપાલ વાળાએ કરેલ રેકિનુ રિ-કન્સ્ટ્રકશન કરતી પોલીસ
અમરેલી શહેરમાં પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને પેટ્રોલ પંપ શાંતિથી ચલાવવું હોય તો રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગી ધમકી આપનાર સામે ફરિયાદ થતાં આરોપી ફરાર થઈ ગયેલ આરોપી છત્રપાલ વાળાને ઝડપી લેવા સીટી પી.આઇ.દ્વારા ત્રણ પી.એસ.આઇ.ટીમની રચના કરી તપાસ હાથ ધરતા ફરીયાદ નોંધાયાના માત્ર ૪૮ કલાકમાં જ આરોપીને ગોંડલ થી મોવૈયા તરફ જતા રસ્તેથી ઝડપી પાડીને તેની પાસેથી મોબાઇલ તથા ફોરવીલ કાર કબજે કરી આરોપી પાસે ગુનાનું રેકિનુ રિ-કન્સ્ટ્રકશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આ અંગે પત્રકાર પરિષદ યોજીને ડી. વાય.એસ.પી.જગદીશસિંહ ભંડેરીએ જણાવ્યું હતું કે આરોપી સામે છેલ્લા 10 વર્ષમાં જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળ 6 ગુન્હા નોંધાયેલા છે આ ગુન્હો કરવા પાછળ તેનો શું ઈરાદો હતો આ ગુન્હામાં અન્ય કેટલા આરોપીઓ સામેલ છે આરોપીએ ગુન્હો કર્યો પછી ફરાર થઈ ગયેલ હોય જેથી ફરાર થવામાં તેમને કોણે મદદ કરી કોણે આશરો આપ્યો જેવી બાબતોની તપાસ હાથ ધરવામાં આવશે આરોપીએ ગુન્હો આચરેલ પહેલા
અવાર નવાર પેટ્રોલ પંપની રેકી કરેલ હતી ગેરકાયદેસર હથિયાર મેળવા આ પ્રકારના ગુન્હોને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો તેણે કોના કહેવાથી આ ગુન્હો કર્યો હતો કોણ કોણ આ ગુન્હામા સામેલ છે વગેરેની તપાસ હાથ ધરાશે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લેપત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પી. એસ. આઇ. આર.કે.કરમટા પી.એસ. આઇ.પી. એન.મોરી અને અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરેલ આ ફરીયાદની હકીકત એવા પ્રકારની હોય કે અમરેલીમાં આવેલ ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિકને ખંડણી ધમકી આપનાર આરોપી છત્રપાલ વાળાને એ.એસ.પી.જગદિશસિહ ભંડેરી, સીટી.પી.આઇ.જે.જે.ચૌધરી એસ. ઓ.જી.પી.એસ.આઇ.મોરી અને પોલીસ સ્ટાફ સાથે રાજકમલ ચોકમાં આવેલ તે અંગે પૂછપરછ કરી ટાવર રોડ ઉપર ચાલીને લઈ જતાં આરોને જોવા લોકો રોડ ઉપર ઉમટયા હતા પેટ્રોલ પંપના માલીકને ધમકી આપે ખંડણી માંગી આરોપીએ અમરેલી એસ.પી ને પડકાર ફેંકનારને માત્ર ગણતરીની જ કલાકમા ઝડપી પાડીને આ અંગે વધુ તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું.