અમરેલી : તૌકતે વાવાઝોડા થી અસરગ્રસ્ત લોકો હજુ પણ સહાયથી વંચિત

બગસરા તાલુકામા તૌકતે વાવાઝોડું વિત્યાના 20 દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં પછી પણ લોકો સહાયથી વંચિત રહેતા તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ તાસીયાએ આક્રોશ વ્યક્ત કર્યો.
અમરેલીના બગસરા પંથકમાં ગત તારીખ 18-5-21 ના રોજ આવેલ તૌકતે વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજ પોલ તેમજ મકાનો ધરાશયી થયેલા છે ખેડૂતો દ્વારા કરેલ ઉનાળું ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયું છે અનેક જગ્યાએ ખેતરોના ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા માત્ર આશ્વાસનરૂપએ લોકોને સહાય ચુકવશે તેવી જાહેરાત કરેલ પરંતુ અત્યાર સુધીમાં બગસરા તાલુકાના કોઈ લોકોને સહાય ન મળતા બગસરા તાલુકાના તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ સતાસીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકાર તાત્કાલિક ચુકવે તેવી વિનંતી કરી છે તેમણે જણાવ્યું હતું કે હાલ આગામી ચોમાસાની ઋતુ આવે છે જો વરસાદ આવે તો લોકોના મકાન પડી ગઈ છે તેને મુસીબતનો સામનો કરવો પડે તેમ જ હાલ ખેડૂતોને જે પાક ધોવાણ થયેલા છે તેમને પણ મોટી નુકસાની થયેલ છે ખેતરમા સમારકામ કરવા માટે તેમજ વાવેતર કરવા માટે પૈસાની જરૂરિયાત ઉભી થયેલ હોય તો તાત્કાલિક સરકાર દ્વારા વળતર ચૂકવવું જોઈએ જેથી કરીને ખેડૂતો ખેતરમાં સમારકામ કરી વાવેતર કરી શકે તેમજ જે લોકોના મકાનોના પડી ગયેલા હોય તેઓ ફરી મકાનોનું સમારકામ કરી શકે આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા બગસરામા વાવાઝોડાને કારણે નુકસાનીનું તાત્કાલિક વળતર ચુકવવા માટે સરકારને વિનંતી કરેલ..