અમરેલી : દામનગર થી ત્રણ જિલ્લાના ગ્રામ્યને જોડતા માર્ગનો પ્રારંભ

અમરેલી જીલ્લાના દામનગરથી ઠાંસા મૂળિયાપાટ સુવાગઢથી ભાવનગર જિલ્લાના અને બોટાદ ગ્રામ્ય માં જતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ નું એક કરોડ આડત્રીસ લાખ ના ખર્ચે પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા રસ્તા નો ઠાંસા ગામે થી પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર
ઠાંસા ગામ ખાતે અનેકો અગ્રણી ઓ લાઠી તાલુકા કોગ્રેસ અગ્રણી આંબાભાઈ કાકડીયા રામજીભાઈ ઈસામલિયા ઠાંસા ગ્રામ પંચાયત ના સરપંચ સદસ્ય સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓ ઉપસ્થિતિ માં પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા અમરેલી જિલ્લા પંચાયત હસ્તક માં અમરેલી થી ભાવનગર બોટાદ ના અનેકો ગ્રામ્ય ને જોડતા મહત્વ ના માર્ગ નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી ઠુંમર પ્રત્યે આભાર ની લાગણી પ્રગટ કરતા ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો ને જોડતા માર્ગ ના નવીનીકરણ થી અમરેલી જિલ્લા ઠાંસા સુવાગઢ મૂળિયાપાટ બોટાદ જિલ્લા ના વિકળિયા લાખાવડ હડમતીયા ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના સરકડીયા સહિતના રાહદારીઓમા ખુશી જોવા મળી.