અમરેલી : નાના આંકડિયા ગામે ૪૫ થી ઉપરના ૮૫ % લોકોએ વેક્સીન લઇ લીધી

નાના આંકડિયા ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું જોવા મળ્યુ અમરેલીથી ફક્ત ૮ કિમીના અંતરે હોવાથી દરેક કુટુંબના લોકોની કામ-ધંધાર્થે અમરેલી અવર જવર હોવા છતાં સંક્રમણ નહિવત જોવા મળેલ છે ત્યારે ૪૫ થી ઉપરના ૮૫ % લોકોએ વેક્સીન લઇ લીધેલ છે
અમરેલી જીલ્લા દિન પ્રતિ દિન વધી રહેલ કોરોના વાયરસના કેસની સામે અમરેલી થી ફક્ત ૮ કિલોમીટર અંતરે આવેલ નાના આંકડિયા ગામે કે જયાં ૩૧૦૪ ની વસ્તી ધરાવતું આનાના આંકડિયા પોતાના ગ્રામજનોની સવયંશિસ્ત અને આગવી સૂઝબૂઝથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના 'મારું ગામ કોરોના મુક્ત ગામ'ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. અમરેલી શહેર નજીક હોવાથી ગામના દરેક કુટુંબના લોકો પોતાના કામ-ધંધાર્થે અમરેલી અવર જવર કરતા હોવા છતાં કોરોનાનું સંક્રમણ બિલકુલ નહિવત જોવા મળ્યુ જે ખરેખર પ્રશંશનીય કહેવાય ગ્રામજનોની સ્વયંશિસ્તને સમજણને બિરદાવતા પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ જણાવે છે કે ગામમાં એકદમ ઓછું સંક્રમણ હોવાનો મોટા ભાગનો શ્રેય માત્રને માત્ર વેક્સનેશનને જાય છે. ગામના ૪૫ થી ઉંમરના ૭૯૫ લોકો પૈકી ૬૬૬ જેટલા એટલે કે ૮૫ % લોકોનું વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ માસમાં ગામમાં ફક્ત બે જ વૃદ્ધોના અન્ય ગંભીર બીમારીના કારણે દુઃખદ અવસાન થયા છે તેમજ અત્યાર સુધી ગામમાં માત્ર ૨૦ લોકો જ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા બધા દર્દી હોમ આઇસોલેશનમાં રહીને સાજા થયા છે અને એકપણ વ્યક્તિને હોસ્પિટલમાં સારવારની જરૂર પડેલ નથી અહીં
ગામની આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વાત કરતા પ્રાંત અધિકારી વધુમાં જણાવ્યું હતું ગામના સેવાભાવી લોકો દ્વારા ગામની હાઈસ્કૂલ ખાતે ૧૦ બેડનું તમામ સુવિધાઓથી સંપન્ન કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જે લોકોને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા આ સુવિધાનો વિનામૂલ્યે લાભ લઇ શકે છે. રહેવાથી માંડીને બંને ટાઈમ સ્વાદિષ્ટ ભોજન સુધીની તમામ તમામ સગવડો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર અમરેલીના સ્માશનગૃહોમાં જગ્યા ન હોવાથી મૃતદેહોની અંતિમક્રિયા માટે નાના આંકડિયાના સ્મશાન ગૃહ ખાતે મોકલવામાં આવે છે. જેના માટે ગામના ૧૫ થી ૨૦ લોકોની ટીમ દ્વારા લાકડાઓ એકઠા કરીને નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અહીં આરોગ્યકર્મીઓની કામગીરીની પ્રશંસા કરતા નાના આંકડિયાના સરપંચ શ્રી દામજીભાઇ જાવિયાએ જણાવ્યું હતું કે ગ્રામજનોની સાથે સાથે આરોગ્યકર્મીઓએ દિવસ રાત ખડેપગે ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરે છે તેમજ ઓક્સિજન લેવલ, પલ્સ માપી જો જરૂર જણાય તો દવાઓ આપે છે. સ્મશાનગૃહ ની વ્યવસ્થા અંગે સરપંચશ્રી દ્વારા ગામના આગેવાનો દ્વારા લાકડાની, લાઈટની અને લાકડાઓ કાપવા માટે કટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવા સમયે નાના આંકડિયાને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા તલાટી મંત્રી શ્રી કપિલ મકવાણા, આરોગ્યકર્મી શ્રી જય ઉદેશી, દીનાબેન સરપદડિયા, અંજનાબેન મહેતા તેમજ ગામના સર્વે આગેવાનો શ્રી રમેશભાઈ જાવિયા, મેરામભાઇ વાળા, દર્શિત કાથરોટીયાનો સિંહફાળો રહેલો છે..