અરવલ્લી : મેઘરજ મુકામે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

કહેવાય છે ને એક રક્ત કણ થી અસંખ્ય રક્તકણ બનતા હોય છે અને લોહી આપવાથી વધે છે ત્યારે આ હકીકત ને પાર પાડવા અને અને થેલેસેમિયા રોગથી પીડાતા દર્દીઓ ને વારંવાર લોહીની જરૂરિયાત હોય છે ત્યારે આવા સમયે લોહી મળી રહે તે માટે મેઘરજ મુકામે લોહી ડોનેટ નો કેમ્પ રાખવામાં આવ્યો સમગ્ર આયોજન રેડક્રોસ બ્લડ બેન્ક અને દર્દી દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું હતો જેમાં મેઘરજ મુકામે ઘેલીમાતા મંદિર મુકામે બ્લડ ડોનેટ કેમ્પ રખાયો હતો જેમાં 25 જેટલા વ્યક્તિઓ એ બ્લડ ડોનેટ કયુઁ હતો ત્યારે વાત કરવામાં આવેતો મેઘરજ તાલુકાના વાલુણા ગામના દિપક કલાક નામના બાળક ને નાનપણ થી થેલેસીમિયા મેજર રોગ થી પીડાય છે એટલે કે છ વર્ષથી જ દિપકને લોહીની જરૂરિયાત પડે છે અને હાલ એની ઉંમર ત્રીસ વર્ષ છે અને હાલ તે ને હિંમતનગર મુકામે બ્લડ લેવા માટે જવું પડે છે ત્યારે જિલ્લા વાઈજ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે હાલ અરવલ્લી જિલ્લામાં આશરે ત્રીસ જેટલા બાળકો થેલેસીમિયા રોગથી પીડાઈ રહ્યા છે છેલ્લે બ્લડ ડોનેટ કરનાર યુવકોનો રેડક્રોસ અને દર્દીઓ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો