અરવલ્લી : રોકાણ કારોના લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેની આંનદ શ્રી મલ્ટિપર્પજ રોકાણ કરેલ રોકાણકારોના લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર સામે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોલીસે ત્રણ આરોપીની અટકટય કરી તપાસ આરંભી
મોડાસા માં અનેક ખાનગી રોકાણ કરતી સંસ્થાઓ એ અનેક ગ્રાહકોના સંચાલકો રૂપિયા લઈ ફરાર થઈ ગયા છે છતાં રોકાણ કારોમાં જાગૃતિ નો અભાબ જોવા મળ્યો છે, ત્યારે ચાર વર્ષ અગાઉ આંનદ શ્રી મલ્ટિપર્પજ કૉઓપ્રરેયટીવ સોસાયટી સરું કરવામાં આવી હતી. જિલ્લા માં અનેક ગ્રહકોનના લાખો રૂપિયા નું રોકાણ થયું હતું..જોકે આ કંપની ને રાતો રાત તાળા લાગી જતા ગ્રાહકોએ નાણાં પરત મેળવવાં કંપની ના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી.પરન્તુ નાણાં પરત ન મળતા આખરે મોડાસા રુલર પોલીસે મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાપસ આરંભી દીધી છે.
મોડાસા મેઘરજ રોડ પર 2015 માં આનંદશ્રી મલ્ટિપર્પજ કું ઓપરેટીવ સોસાયટી ખોલવામાં આવી હતી.જેમાં મેઘરજ તાલુકા ના પીસાલ ગામના ભમરસિંહ સોલંકી સહિત જિલ્લા ના અનેક એજન્ટો જોડાયા હતા.આ કંપની માં અધિકારીઓ એ મિટિંગો લઇ દૈનિક, માસિક, ત્રી માસિક, વાર્ષિક અને ફિક્સ ડિપોઝીટ ના પ્લાન બતાવી બેંક કરતા ઉંચુ વ્યાજ આપવાના વાયદા કર્યા હતા.જેના કારણે એજન્ટો એ અનેક લોકો પાસે થી નાણું ઉઘરાવી આ સોસાયટીઓ માં ભર્યા હતા.જોકે 2017 માં મોડાસા ખાતે આવેલી આ સોસાયટી ની ઓફિસે ને તાળા મારી તેના સી.ઈ.ઓ. ડિરેક્ટર સહિત ના કર્મચારીઓ રફુચક્કર થઈ ગયા હતા.જોકે ફરિયાદી ની ફરિયાદ અંગે પોલીસે તપાસ હાથ ફરતા 5 આરોપી માંથી ત્રણજડપેલા આરોપી
કનક લાલસિંહ રાઠોડ
અમરત વિઠ્ઠલ પટેલ
કિરણ નરસિંહભાઈ પટેલ આરોપીની પોલીસે અટકાય કરી અમદાવાદ કોર્ટમાં રજુ કર્યા હતા અને અન્ય ફરાર બે આરોપી સુધી પહોંચવા પોલીસે તજવીજ હાથ ધરી છે.