અરવલ્લી : રેલ્લાંવાડા ગામે તેમજ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રપૂજન કરાયું

મેઘરજના રેલ્લાંવાડા ગામે તેમજ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે શસ્ત્રપૂજન કરાયું જેમાં રેલ્લાંવાડા ગામે રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે પોલિસ કર્મીઓ એ શસ્ત્ર પૂજન કર્યું
આજે સમગ્ર ભારત દેશમાં વિજયા દશમીની ઠેળ ઠેળ ઉજવણી થઇ રહી છે ત્યારે વિજયા દશમી નું ભારતીય સંસ્કૃતિ મુજબ અનેરું મહત્વ રહેલું છે જેના લીધે આજે ઉજવણી થઇ રહી છે.કહેવાય છે કે જયારે વિજયા દશમી ને દિવસ રામ દ્વારા અસુરો નો વદ કરી લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો જેથી તે દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.રામ પોતે રાજપુર હતા અને રામે અસુરો અને દ્રુષટોનો વદ કરી વિજય મેળવ્યો હતો જેની યાદમાં આજે વિજયોઉત્સવ ના ભાગ રૂપી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે જેમાં મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સૌ લોકોએ પ્રથમવાર પોતાના રેલ્લાવાડા ગામમાં વિવિધ શસ્ત્રોનું વિધિ સર બ્રાહ્મણ દ્વારા મંત્ર જાપ અને પૂજા કરી શસ્ત્ર પૂજન કરાયું હતું.ગામના આશરે સાહીઠ જેટલા યુવાનો વડીલો તેમજ ભૂલકાઓ સહીત અનેક લોકોએ શસ્ત્ર પૂજન કયુઁ હતું વધુમાં ઇસરી પોલિસ સ્ટેશન મુકામે ઇસરીના પી એસ આઈ તેમજ પોલિસ કર્મીઓ દ્વારા પણ પોતાની ભૂ ભૂમિ ની રક્ષા કરવા હેતુ થી અને શાંતિના દૂત સમાન કર્મીઓ ને આપવામાં આવેલ શસ્ત્રો નું પણ પોલિસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું