આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ

આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ

સુરત: જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી વેસુ જી. ડી.ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે આરંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને કોર્પોરેટર રશ્મિ સાબુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને પલ્લવી માહેશ્વરી પણ ઉપસ્થિત હતા.
આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી એ જણાવ્યું હતું કે આઈઆઈએફડીની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. જે ફેશન, ઇન્ટીરિયર, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે કોર્સ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે એઝકીબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટીરિયર ડીઝાઇન ના વિદ્યાર્થીઓએ દસ અલગ અલગ થીમ પર પ્રોડેક્ટ્સ તૈયાર કરી છે જેમને અરાસા પ્રદર્શનીમાં અને ફેશન ડિઝાઇન ના વિદ્યાર્થીઓ 15 અલગ અલગ થીમ પર ગારમેન્ટ્સ ડીઝાઇન કર્યા છે જેમને ગાબા પ્રદર્શની માં મુકવામાં આવ્યા છે. પ્રદર્શની આવતી કાલે પણ સવારે દસ થી રાત્રે દસ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.