આવતીકાલથી ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ - મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાતમાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે ત્યારે ગુજરાતની પેટા ચૂંટણી અને દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચિંતા વધી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોસીયલ મીડિયાના માધ્યમથી જનતાજોગ સંબોધન કર્યું હતું।
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવ્યો છ આવા સંજોગોમાં રાજ્ય સરકારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે અને ગઈકાલથી સુરત, રાજકોટ અને વડોદરામાં પણ દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે ત્યારે આજે સાંજે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જે બેઠક બાદ સાંજે 6:30 કાલકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશ્યલ મીડિયા મારફત ગુજરાતવાસીઓને સંબોધિત કરતા મહત્વની જાહેરાત કરી હતી જે મુજબ અમદાવાદમાં આવતીકાલથી દિવસ દરમિયાન કર્ફ્યુ લાગુ નહીં રહે પણ રાજ્યના ચારેય મહાનગર, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે સાથે લોકોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમોનું પાલન કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે. 2 દિવસના કર્ફ્યુમાં લોકોએ પૂરતો સાથ સહકાર આપ્યો છે. સરકારને પણ ન છૂટકે કર્ફ્યુની અમલવારી કરાવવી પડી છે. તહેવારોના દિવસો પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધ્યા છે. તેવા સમયે તાત્કાલિક સરકારને આવા નિર્ણય કરવા પડે તેના ભાગરૂપે સરકારે કર્ફ્યુનો નિર્ણય કરવો પડ્યો છે. યુવાનોને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે તમે સાજા જલ્દી થઇ જશો પરંતુ ઘરના વડીલોને મુશ્કેલી પડશે તેની ગંભીરતા સમજીને યુવાનો પણ સાંજ પછી બિન જરૂરી બહાર ન જાય. પૂર્ણ રીતે રાત્રિ કર્ફ્યુનો અમલ થાય. બીજા શહેરોમાં પણ સંક્રમણ વધે નહીં તે માટે લોકો ઘરમાં રહે.
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1,495 કેસ સાથે કુલ આંકડો 1,97,412 પર પહોંચ્યો છે ત્યારે આજે 13 દર્દીઓના મોત અને 1167 દર્દીઓ સાજા થયા છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com