ઇસ્લામિક દેશોના સંગઠનની બેઠકમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને લપડાક વાંચો વિગત

ઇસ્લામિક દેશોના સંગઠનની બેઠકમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને લપડાક વાંચો વિગત

ઈસ્લામિક દેશોના સંગઠનને ફરી એકવાર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને લપડાક મારી છે. ઓઆઈસીએ વિદેશ મંત્રીઓની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો સામેલ કર્યો નથી. જોકે પોતાની ઈજ્જત બચાવવા માટે હવે પાકિસ્તાન તેના પર લિંપણ કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ઓઆઈસીની બેઠક આજે નાઇઝરમાં મળવાની છે. આ બેઠક અંગે જાહેર કરાયેલા એજન્ડામાં કાશ્મીરનો ઉલ્લેખ કરાયો નથી. આ બેઠકનુ નેતૃત્વ સાઉદી અરેબિયા કરી રહ્યુ છે. પાકિસ્તાની મીડિયાનુ કહેવુ છે કે એજન્ડામાંથી કાશ્મીર મુદ્દો બહાર છે અને એ પણ ત્યારે જ્યારે પાકિસ્તાનના સાઉદી અરેબિયા અને યુએઈ સાથેના સબંધો ખરાબ થયા છે તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનુ કહેવુ છે કે કાશ્મીરનો મુદ્દો એજન્ડામાં કાયમી છે. કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયા બાદ ઓઆઈસીના વિદેશ મંત્રીઓની આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. જોકે કાયમ કાશ્મીર મુદ્દો ઉઠાવતા પાકિસ્તાનનો સંગઠનમાં કોઈ ભાવ પૂછવા તૈયાર નથી અને ઉલટાનુ સંગઠનના આગેવાન દેશ સાઉદી સાથે ભારતના સબંધો મજબૂત થઈ રહ્યા છે. જો કે પાકિસ્તાનને હજી પણ આશા છે કે આ બેઠકમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન મળવાનુ છે. કારણકે કાશમીર મુદ્દો ઓઆઈસીમાં ચર્ચાતો સૌથી જુનો મુદ્દો છે અને પહેલા પણ સંગઠને કાશ્મીર મુદ્દે અવાજ ઉઠાવેલો છે. કાશ્મીર મુદ્દે સંગઠનનુ વિશેષ ગ્રૂપ 3 બેઠકો યોજી ચુક્યુ છે અને છેલ્લી બેઠકમાં કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનની પણ ચર્ચા થઈ હતી.