ઈન્ક્મટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની તારીખ ફરી લંબાવાઈ

ઈન્ક્મટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની તારીખ ફરી લંબાવાઈ

દેશમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ફરી એકવાર રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ આગળ વધારી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હવે સામાન્ય નાગરિક કે જેમણે પોતાના રિટર્ન સાથે ઓડિટ રિપોર્ટ ફાઇલ નથી કરવો પડતો તેઓ હવે તા.31 ડિસેમ્બર સુધીમાં વર્ષ 2019 - 20 માટે પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે છે. અગાઉ આ માટેની છેલ્લી તા.30 નવેમ્બર 2020ના રોજ નક્કી કરવામાં આવી હતી. ટેક્સપેયર્સ જેમના રિટર્નમાં ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવો પડતો હતો તેમના માટે IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ તા.31 જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી છે
મે મહિનાની શરૂઆતમાં સરકારે નાણાકીય વર્ષ 2019 - 20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને તા.30 નવેમ્બર 2020 કરી હતી. પરંતુ હવે કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા નાણાકીય વર્ષ 2018 - 19 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તા.30 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.