ઉતરાયણ પર્વને લઇ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું શું છે વાંચો.

ઉતરાયણ પર્વને લઇ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું શું છે વાંચો.

ગુજરાતમાં કોરોનાના કેસોમા ધટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ફરી દિવાળી જેવી પરિસ્થિતિ પેદા ન થાય તે માટે સાવધાની રાખવી દરેક માટે જરુરી છે. કોરોનકાળમાં સરકાર દ્વારા તમામ તહેવારો ઉપર રોક લગાડી દેવામાં આવી હતી. પરંતુ દિવાળી તહેવાર દરમિયાન છૂટ છાંટ આપતા ફરી કોરોનના કેસોમાં વધારો થતા હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી જેને લઇ આ વખતે ઉત્તરાયણ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશો પ્રમાણે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામું બહાર પાડ્યું છે.
1, ધાબા ઉપર ટોળું વળી લાઉડ સ્પીકર અને ડી.જે કે લાઉડ સ્પીકરના તાલે પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે.
2, લોકો ટેરેસ ઉપર પોતાના પરિવારજનો સાથે જ ઉત્તરાયણ ઉજવી શકશે. જો બહારથી કોઇ વ્યક્તિ ઉત્તરાયણ મનાવવા આવે તેવા સંજોગોમાં સોસાયટીના સેક્રેટરી કે પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
3, ધાબા ઉપર અંગત સ્વજનો સાથે કોરોના ગાઈડલાઇન સાથે પતંગ ચગાવી શકશો પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન - સેનિટાઇઝર વ્યવસ્થા અને માસ્ક ફરજિયાત રહેશે.
4, ડી.જે. અને લાઉડ સ્પીકર ઉપર  સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
5, ચાઇનીઝ દોરી - તુક્કલ તથા ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણોવાળી પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ છે.
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતિ દરમિયાન પતંગ કે દોરી ન વેચવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ ટેરેસ ઉપર પતંગ ચગાવી શકશે નહિ પરંતુ હાઇકોર્ટે સરકારને સુધારા સાથે આ મુદ્દે પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે. જેને લઇ ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલા નિર્દેશમાં
1, જાહેર રસ્તાઓ - ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ.
2, ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબના સભ્યો સાથે જ કરવાની રહેશે.
3, કોઇપણ વ્યક્તિએ પતંગ ચગાવવા માસ્ક વગર અગાસીમાં ભેગા થવાનું નહીં.
4, કોરોના ગાઇડલાઇન અનુસાર ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.
5, સોસાયટીના રહીશો સિવાયના કોઇને પણ અગાશી ઉપર ભેગા થવાની મંજૂરી નહીં અને જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન કે સેક્રેટરી વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
6, લાઉડ સ્પીકર્સ, ડીજે અને મ્યુઝિક સિસ્ટમના વપરાશ ઉપર પ્રતિબંધ.
7, 65 વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓ - કોમોર્બિડ વ્યક્તિઓ અને ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવાની સૂચના અપાય છે.
8, કોઈની લાગણી દુભાઈ તેવા સ્લોગન કે ફોટાવાળા પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ.
9, ચાઇનિઝ તુક્કલ - સિન્થેટિક કાંચ કે પ્લાસ્ટિકની દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ.
10, પતંગ બજારોમાં કોવિડ ગાડીલાઈનનો અમલ કરવાનો રહેશે અને પોલીસને સહકાર આપવાંનો રહેશે.
11, સુરત સહીત અમદાવાદ, વડોદરા, રાજકોટમાં રાત્રિ કર્ફ્યુના નિયમોનો કડક અમલ કરવાનો રહેશે. આમ કોરોના ગાઈડલાઈનની સાથે સરકારી આદેશોનું પાલન થાય છે કે નહિ તે માટે ડ્રોન અને સીસીટીવીની મદદથી સઘન પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવશે. અને જો કોઇ વ્યક્તિ આ નિયમો કે સૂચનોનો ભંગ કરતાં જણાશે તો તેની સામે આઇપીસી કલમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.