ઉપલેટા : ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રોજેક્ટ કરાયા તૈયાર

વિશ્વભરમાં રામન ઇફેક્ટ ની ભેટ આપનાર ભારતીય વિજ્ઞાની અને નોબલ એવોર્ડ વિજેતા એટલે ચંદ્રશેખર વેંકટ રામન એમની યાદમાં ૨૮મી ફેબ્રુઆરી એ સમગ્ર દેશમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અનેક પ્રકારના વૈજ્ઞાનિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે આ વિજ્ઞાન દિવસ અંતર્ગત કિલોલ શાળાના ધોરણ ૬ ૭ ૮ ના વિદ્યાર્થીઓએ માત્ર બે થી ત્રણ દિવસોમાં તૈયારી કરી ૨૫ જેટલા લોક ઉપયોગી વિજ્ઞાન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા અને સી વી રામન વિશે વિદ્યાર્થીઓએ સરસ મજાની સ્પીચ પણ આપે અન્ય શાળાઓના ધોરણ 9 10 ના વિદ્યાર્થીઓ તથા કિલો શાળાના બાળકોના માતા-પિતા ઓએ પ્રદર્શન જોવામાં રસ દાખવ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને અભિનંદન આપ્યા હતા