કાંકરેજ : કોરાના માહામારીમાં કરેલ કામગીરીની મિટિંગ યોજવામાં આવી

કાંકરેજ તાલુકાના મહારાજા જીનિંગમાં ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના શક્તિપીઠ અને શક્તિકેન્દ્રના કાર્યકરો સાથે કોરાના માહામારીમાં કરેલ કામગીરી ની મિટિંગ યોજવામાં આવી.
જેમાં મીટીંગ ની શરૂઆત માં કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં કોરાના માહામારી સમય દરમ્યાન મૃત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ વિધાનસભા વિસ્તારમાં CHC,PHC અને આરોગ્યલક્ષી બાબતો વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી ધારાસભ્યશ્રી એ જણાવેલ કે આ માહામારીમાં હજુ પણ તકેદારી રાખવી પડે છે જાહેર મેળાવડાઓ બંધ,સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે.
આ મિટિંગમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા ,જિલ્લા પૂર્વ મહામંત્રી ભારતસિંહ,તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મહામંત્રીઓ ઈશુભા વાઘેલા અને અમીભાઈ દેસાઈ, સોશિયલ મીડિયા અને આઈ.ટી.સેલ ઇન્ચાર્જ ભરતસિંહ વાઘેલા,તાલુકા પંચાયત સદસ્ય હંસપુરી ગૌસ્વામી, યુવા પ્રમુખ ઝેનુભા,ઉપપ્રમુખ રામભા સોલંકી, મંત્રી રમેશભાઈ પ્રજાપતિ,મંત્રી કિંતુભા,મંત્રી મુકેશભાઈ શાહ તેમજ પાર્ટીના આગેવાનો અને યુવાનો હાજર રહી વિસ્તારમાં જરૂરિયાત મુજબ દવાઓની કીટોનું વિતરણ કરશે.