કાંકરેજ : થરા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો ભાજપને ટેકો

કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારએ ભાજપને ટેકો જાહેર કર્યો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં વોર્ડ નં ચાર ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વાઘેલા ભાવનાબા લલિતકુમાર એ કિરીટભાઈ ઠકકર ના ગોડાઉન પર ભારતીય જનતા પાર્ટીની ખાનગી મીટીંગ માં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ. કનુભાઈ વ્યાસ. ડાયાભાઇ પીલિયાતર. હંસપુરી ગૌસ્વામી. પૃથ્વીરાજસિંહ વાઘેલા (વૉર્ડ 3ના બિનહરીફ ઉમેદવાર અને પ્રમુખ તરીકે દાવેદાર), તેમજ સમગ્ર બ્રહ્મસમાજ ના અગ્રણી હરગોવનભાઈ શિરવાડીયા સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ કોર્પોરેટર ખાનુભા વાઘેલા ના પુત્ર લલિતકુમાર એએમની ધર્મ પત્નિ ભાવનાબા વાઘેલા વતી વૉર્ડ 4 માં આવતા મતદારો નો ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા અને ટેકો જાહેર કરવામાં આવતાં કોંગ્રસના ગઢમાં ગાબડું પડ્યું હતું ત્યારે હવે ભાજપ દ્વારા શામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી ને રાજકીય ક્ષેત્રે સક્રીય થઈ ને ભાજપ દ્વારા સત્તા પર આવવા માટે રસ્તો શોધી કાઢ્યો છે ત્યારે હવે થરા નગરપાલિકા ની ચુંટણી માં ભાજપ ફરી થી સત્તા પર આવશે તે નક્કી છે ત્યારે મતદારો પણ અત્યારે તો ભાજપના ગુણગાન ગાતા સાંભળવા મળે છે