કોરોનાને લઇ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન - લોકડાઉન માટે મંજૂરી લેવી પડશે

કોરોનાને લઇ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન - લોકડાઉન માટે મંજૂરી લેવી પડશે

કેન્દ્ર સરકારે આજે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે અને કહ્યું છે કે રાજ્ય સરકારોએ સાવચેતી રાખવી જોઈએ. દેખરેખ, કન્ટેનમેન્ટ તથા સાવધાનીની દ્રષ્ટિએ કડક વલણ અપનાવવું પડશે. રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે. કેન્ટેનમેન્ટ ઝોનમાં નાઈટ કર્ફ્યૂ પણ લગાવી શકે છે. જો કે કેન્દ્રએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર સ્થાનિક સ્તર ઉપર લોકડાઉન લાગૂ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી જરૂરી હશે. કેન્દ્રની આ ગાઈડલાઈન તા.1 લી ડિસેમ્બરથી લાગૂ થશે. અત્યાર સુધીમાં કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહ્યા છીએ, તેને આગળ પણ જાળવી રાખવાની છે. દેશમાં એક્ટિવ કેસોની ઘટી રહેલી સંખ્યાને જોતા એ સ્પષ્ટ થાય છે. તેમજ તહેવારની સિઝન તથા કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યા વધવાની સ્થિતિ જોવા મળી છે. આ રાજ્યોએ સાવચેતી સાથે કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વિલન્સ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા પડશે। જિલ્લા વહિવટીતંત્રએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે તેમજ રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે.
1, જીલ્લાઓમાં બનનારા કન્ટેનમેન્ટ ઝોનની યાદી તેમની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે અને તેને હેલ્થ મિનિસ્ટ્રી સાથે શેર કરવાની રહેશે।
2, કંટેનમેન્ટ ઝોનમાં કડક અમલીકરણ માટે લોકોની અવર જવરને અટકાવી ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડિકલ સામગ્રી માટે જ છૂટ મળશે।
3, સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરશે અને પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરશે.
4, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોની યાદી બનાવી તેમની ઓળખ કરી તેમને ટ્રેક કરવામાં આવે તથા ક્વોરેન્ટિન રાખવામાં આવે.
5, સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે સાથે તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે અને જરૂર પડેતો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.
6, ILI અને SARI કેસને સર્વેલન્સ કરવામાં આવે અને મોબાઈલ યુનિટ તેના સંપર્કમાં રહે સાથે સ્થાનીય જિલ્લા તંત્ર, પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓએ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું સખ્તીથી પાલન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. અધિકારીઓને આ માટેની જવાબદારી જે તે રાજ્ય સરકાર સોંપશે. નિયંત્રણો લાગૂ કરવા તથા નિયમોનું પાલન કરાવવા માટેની તમામ જવાબદારી સ્થાનિક પ્રશાસન તથા પોલીસની રહેશે। રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને જે શહેરોમાં સાપ્તાહિક 10 ટકા પોઝિટિવિટી રેટ છે ત્યાં ઓફિસ સમયમાં ફેરફાર કરવામાં આવે અને આવશ્યક પગલા ભરવામાં આવે.