કોરોના વેક્સિનને લઇ રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યા 4 સવાલ

કોરોના વેક્સિનને લઇ રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યા 4 સવાલ

રાહુલ ગાંધી સતત કોરોના સંકટને લઈને મોદી સરકાર ઉપર અવાર નવાર પ્રહાર કરતા રહ્યાં છે અને ટ્વિટરના માધ્યમથી મોદી સરકારને સવાલો પુછાતા રહ્યા છે ત્યારે આજે તેમણે ફરી ટ્વીટ કરીને કોરોના વેક્સિનની ખરીદી અને રસીકરણની પદ્ધતિને લઇ પીએમ મોદીને ચાર સવાલો પૂછ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વિટરમાં લખ્યું છે કે
1. તમામ કોરોના રસીમાંથી ભારત સરકાર કઇ વેક્સીન પસંદ કરશે અને કેમ ?
2. દેશમાં પ્રથમ રસી કોને મળશે અને ડિલિવરીની રણનીતિ શું હશે ?
3. શું મફત રસીકરણ સુનિશ્ચિત કરવા માટે PMCares ફંડનો ઉપયોગ કરવામાં આવશે ?
4. દરેક ભારતીયને ક્યાં સુધીમાં રસી આપવામાં આવશે ?
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભારતમાં 5 રસી તૈયાર થવાની દિશા તરફ આગળ વધી રહી છે જેમાંથી 4 રસીનું પરીક્ષણ બીજા અથવા ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પ્રથમ કે બીજા તબક્કામાં છે. જોકે ભારત હજી કઇ રસી ઉપર ભરોસો રાખશે તે હજુ નક્કી નથી થયું જેને લઇ રાહુલ ગાંધીએ આ પ્રશ્નો પૂછ્યા છે. આ પહેલા રવિવારે રાહુલ ગાંધીએ લોકડાઉનને લઇ કેન્દ્ર સરકાર ઉપર નિશાન શાધતા આરોપ લગાવ્યો હતો કે સરકારે લાખો લોકોને ગરીબી તરફ ધકેલી દીઘી છે લોકડાઉંન કરી લોકોના આરોગ્યને જોખમમાં મૂક્યું હતું અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સમિતિના તારણો ઉપર એક ન્યૂઝ રિપોર્ટ પણ ટેગ કર્યો હતો.