ખેડબ્રમ્હા : જીલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઈ

આજે જીલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઈ હતી જેમાં રાજયસભાના સાંસદ રમીલાબેન બારાએ પોતાના વતનમાં મતદાન કયુઁ હતુ.
આજે તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી યોજાઈ હતી જેમાં રાજયસભાના સાંસદ રમીલાબેન બારાએ તેમના વતન વિજયનગરના નાલશેરી ગામની પ્રાથમીક શાળામાં સવારે 10 વાગે મતદાન કયુઁ હતુ. મતદાન કયાઁ બાદ રમીલાબેન બારાએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ જંગી બહુમતીથી વિજય થશે અને સત્તા હાંસલ કરાશે.