ખેડબ્રમ્હા : સાંસદ રમીલાબેન બારાનો ઝંઝાવાતી પ્રચાર

મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામ આવી ચુકયા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પણ ભાજપ સત્તા કબજે કરવા માટે રાજયસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા સાબરકાંઠા જીલ્લાના પછાત એવા અંતરીયાળ વિસ્તારમાં પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે જયારે કોંગ્રેસ ના ઉમેદવારો પણ તેમના પ્રચારમાં જોડાઈ ગયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં સાંસદ રમીલાબેન બારાએ પણ ઝંઝાવાતી પ્રચાર શરુ કરી દીધો છે, જીલ્લાના અંતરીયાળ એવા પછાત આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં લક્ષ્મીપુરાની બેઠક એક મહત્વની ગણાય છે સમગ્ર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના નાગરીકોની નજર લક્ષ્મીપુરા બેઠક પર મંડાયેલી છે. સાંસદ રમીલાબેન બારાએ છેવાડાના વિસ્તારમાં પ્રચાર માટે કોઈ કચાશ રાખી નથી.રમીલાબેન બારાએ જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકાની ચુંટણીમાં બધે કમળ કમળ છવાઈ ગયુ છે તેમ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પણ ભાજપ સત્તા કબજે કરશે.
જયારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના પ્રચાર માટે કોઈ કચાશ રાખી નથી. કોંગ્રેસ તાલુકા અને જીલ્લા પંચાયત જરુર કબજે કરશે તેવુ કોંગ્રેસના લક્ષ્મીપુરા બેઠકના ઉમેદવાર ભમ્મરસિંહ ચંદાવતે જણાવ્યુ હતુ.
અંતરીયાળ વિસ્તાર જાડીસેમ્બલના અગ્રણીએ કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, અમારા ગામના લોકો વષોઁથી કોંગ્રેસને મત આપતા હતા પણ આ વષેઁ અમો ભાજપને મત આપીશુ અને વિકાસના કામોને છેવાડાના ગામ સુધી લાવીને જ જંપીશુ તેમ કહી કોંગ્રેસ પર આક્રોશ ઠાલવ્યો હતો.