ખેરગામ : વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો

ખેરગામના ગૌરી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ યોજાયેલ કાર્યક્રમમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સતામાં બેઠેલા લોકોના અહંકારને ઓગળવા ભાજપને બહુમતી ન મળે તે માટે મતદાન કરવા લોકોને અપીલ કરી
ખેરગામ તાલુકાના ગૌરી ગામના મહિલા સરપંચના ઘરની સામે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સભાને સંબોધતા ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.કે ભાજપના રાજમાં દલિત પછાત અને આદિવાસીના અધિકારોને સતાના અહંકારની એડીએ કચડવામાં આવી રહ્યા છે.ગાંધી અને સરદારનું ગુજરાત આ બે ગુજરાતીઓએ દેશને આઝાદી આપવાનું કામ કર્યું છે.આજે કમનસીબે બે ગુજરાતીઓ દેશને ગુલામ બનાવવાનું કામ કરી રહ્યા છે.નાનો માણસ નાનો થતો જાય છે.અને નોટબધીના નાટકથી દેશનું અર્થતંત્ર ભાગીને ભૂકો થઈ ગયો છે.ગુજરાતમાં વીતેલા બે ચાર વર્ષમાં ચાર લાખ કરતા વધુ ફેકટરી અને કારખાના બંધ થયા છે.યુવાનો ભણી ઘણી નોકરી શોધે લાખો રૂપિયા ખર્ચીને ઉંચી ડીગ્રીપુરી પ્રાપ્ત કરે રોજગાર માટે દરદર ભટકી રહ્યા છે.રાહત દરે કેરોસીન મળતું હતું.એ કેરોસીનનું વિતરણ બધ કરી દીધું છે.કોંગ્રેસના રાજમાં 380 માં ગેશના બાટલા મળતા હતા.આજે 770 રૂપિયાનો ગેશના બાટલાનો ભાવ વધારી ભાજપે અમારા ભાઈઓના વાહા ભાડી નાખ્યા વીજળીના બીલમાં વધારો ગુજરાતમાં સાડા તેર હજાર સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે પણ પ્રહાર કર્યા હતા.વધુમાં જણાવ્યું હતું.કે સતામાં બેઠેલા લોકોના અહંકારને ઓગળવા ભાજપને બહુમતી ન મળે તે માટે મતદાન કરજો આ ભાજપ વિરોધપક્ષનો અવાજ દબાવે છે.નાનો માણસ પોતાના અધિકારોનો અવાજ ઉઠાવે તો આ પોલીસના દડે વાહો ફળાવે છે.જેવા અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.આ પસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મેમ્બર અને એ.આઈ. સી.સી. ના મેમ્બર ગૌરાંગ પંડ્યા, નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી વિજય દેસાઈ,ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ,સંજયભાઈ પટેલ,વિજયભાઈ નાયક,અમિતભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.