ગુજરાત પ્રદેશ પ્રમુખની નજીકના અને ઉત્તર ભારતીય સમાજના આગેવાને કેક કાપી રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન

ગુજરાત પ્રદેશ પ્રમુખની નજીકના અને ઉત્તર ભારતીય સમાજના આગેવાને કેક કાપી રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન

સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતા જાહેરનામાના ભંગ કરતા વિડીયો અવારનવાર જોવા મળે છે. જેને લઇ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ આજે એક વિવાદ જગાવતો જન્મદિનની ઉજવણી કરતો રાજકીય નેતાનો ફોટો વાયરલ થયો છે જેને લઇ લોકોમાં ચર્ચા ઉઠી છે કે પોલીસ કાર્યવાહી કરશે કે નહિ.
જન્મદિનની ઉજવણીમાં અવનવું કરવાની ફેશન બની હોઈ તેમ લોકો કાયદાને જાણ્યા વગર ગંભીર ભૂલો કરી બેસે છે આજે વધુ એક જન્મદિવસની ઊજવણીનો વિવાદ સર્જાયો છે. સુરતના રાજકીય આગેવાન દ્વારા બે દિવસ પહેલા દેશના રાષ્ટ્રધ્વજની થીમ ઉપર કેક ત્યારી કરી તેનું કટીંગ કરી જન્મ દિવસ ઉજાણી કરતા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વિવાદ સર્જાયો છે. આ રાજકીય નેતાએ કેક કાપતા તેમના મિત્રના જન્મદિવસની શુભેચ્છાઓ આપતી તસવીર પોતાના સોસીયલ મીડિયાના વોલ ઉપર મૂુકી છે જેને લઇ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સોશિયલ મીડિયામાં આ કેકની તસવીરો વાયરલ થઈ રહી છે. કેકના ફોટો મુકનાર અજિતસિંહ ઉત્તર ભારતીય સમાજના આગેવાન નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખની ખુબ જ નજીક હોવાનું મનાય છે
સુરત દેશનું સૌથી વિકસિત શહેર છે જેને લઇ અહીં દરેક સમાજના લોકો વસ્યા છે જેથી સુરતને મીની ભારત પણ ગણવામાં આવે છે. જોકે આ વિકાસ એટલી હદે વધ્યો છે કે અહીં નિયમોનું પાલન થતું નથી અને લોકો કાયદાના લીલેલીરાં ઉડાવતા અવારનવાર જોવા મળે છે. જેનું કારણ છે કે રાજકીય સમર્થન કે પછી પોલીસ અધિકારીઓની ગુનેગારોને દારૂ જુગારના ધંધા માટે અપાતી છૂટ. જેને લઇ સુરત શહેરમાં રાજકીય નેતાઓ કે ગુનેગારો જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરી પોલીસ કમિશનર જાહેરનામાના ભંગ સાથે કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. આજે પણ અહીં એક રાજકીય આગેવાને જન્મ દિવસની ઉજવણી કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આ રાજકીય આગેવાને જન્મદિવસ નિમિતે એક કેક તૈયાર કરાવી હતી. જે કેક દેશના રાષ્ટ્રધ્વજ વાળી બનાવામાં આવી છે તેમાં અશોકચક્ર પણ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આમ રાષ્ટધ્વજ વળી કેકને કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કેક કાપતો ફોટો મુકનાર અજિત સિંગ રાજપૂત ભાજપના યુવા મોરચા સાથે જોડાયેલ છે અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સાથેના અનેક ફોટા પણ સોશિયલ મીડિયામાં છે ત્યારે આ રાજકીય આગેવાન ભૂલી ગયા કે રાષ્ટધ્વજનો આ પ્રકારે ઉપયોગ રાષ્ટ્રધ્વજનું અપમાન છે હવે જોવાનું એ છે કે આ રાજકીય આગેવાન વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ ?