ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ રેમડેસીવીર ઇન્જેક્શન મામલે વિપક્ષ નેતાની હાઇકોર્ટમાં પીઆઈએલ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ રેમડેસીવીર ઇન્જેક્શન મામલે વિપક્ષ નેતાની હાઇકોર્ટમાં પીઆઈએલ

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન ભાજપ દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઇ વિવાદ થતા મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. જે PIL વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં ફાઈલ કરી છે.


patil
સુરત ખાતે ભાજપ દ્વારા 5,000 રેમડેસિવર ઈન્જેક્શન ખરીદી અને મફતમાં વહેંચવામાં આવી રહ્યા હતા આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે ઈન્જેક્શનને લઇ અછત હોઈ સી.આર.પાટીલને ઇન્જેક્શન કઈ રીતે મળ્યા તે મુદ્દે ગુજરાત સરકાર એટલે કે CM રૂપાણીને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે આ અંગે સરકાર અજાણ છે તમે સી.આર.પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા.
આમ મહામારીની કટોકટી સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્રારા ખરીદાયેલા આટલા જથ્થામાં ઇન્જેક્શન અને વગર ડ્રગ લાયસન્સે ખરીદી કરી વહેંચણીને લઇ વિવાદ થયો હતો જેને લઇ વિપક્ષે સરકારની આકરણી ઝાટકણી પણ કાઢી હતી ત્યારે આ મુદ્દે વિપક્ષ નેતાએ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતા ઇન્જેક્શન મુદ્દો વધુ ગરમાયો છે.
ઇન્જેક્શન મુદ્દે ઘમાસાણ મચ્યુ હતુ ત્યારે ગુજરાત સરકાર પાસે રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને કયા આધારે આ ઈન્જેક્શનનું વહેંચણી કરી છે જે મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.