ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 15 દિવસ ફરી યથાવત

ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 15 દિવસ ફરી યથાવત

ગુજરાત રાજ્યમાં આવતીકાલથી કોરોનાના વેક્સિનેશનની શરૂઆત થવાની છે ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા, અને રાજકોટ સહીત 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ફરી 15 દિવસ લંબાવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જામનગર ખાતે એક કાર્યક્રમ દરમિયાન તા.31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. અગાઉ ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ આ 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરતા રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્યો હતો. જે મુજબ ફરી ગુજરાતનાં ચાર મહાનગર સુરત - અમદાવાદ - વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ ફરી 15 દિવસ લંબાવ્યો છે.
અગાઉ દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત 4 શહેરમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો જેને લઇ હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગોકારોએ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી હતી જે બાદ રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીનો કર્યો હતો.