ગુજરાતના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે લોકડાઉનને લઇ શું કહ્યું વાંચો

ગુજરાતના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે લોકડાઉનને લઇ શું કહ્યું વાંચો

દેશમાં કોરોનાની લહેર ફરી શરુ થઇ છે ત્યારે ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યા છે જેને પગલે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકારે રાત્રી કર્ફ્યુ લગાવ્યો છે. કર્ફ્યુ લાગતાંની સાથે જ સોશ્યલ મીડિયા ઉપર સમાચાર વહેતા થયા છે કે ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે જેને લઇ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં લોકડાઉન નહીં થાય. રાજ્યમાં લોકડાઉન ફરીથી થવાનું છે તેવા સમાચારો હાલ સોશીયલ મિડિયામાં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે લોકડાઉનની કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી. હાલ રાજ્યના 4 શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ મુકવામાં આવ્યો છે તે અમલમાં છે તે યથાવત રહેશે આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કર્ફ્યુની બાબત રાજ્ય સરકારની વિચારણામાં નથી તેમજ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જનતાને સોશ્યલ મીડિયામાં ચાલતા આ સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવા તેમજ આવા પાયા વિહોણાં સમાચારો અંગે ગભરાટ નહી રાખવાની અપીલ કરી છે.