ગુજરાતના કર્ફ્યુ ધરાવતા શહેરમાં મુસાફરો માટે બનાવાયા પીકઅપ પોઈંટ

ગુજરાતના કર્ફ્યુ ધરાવતા શહેરમાં મુસાફરો માટે બનાવાયા પીકઅપ પોઈંટ

વધતા કોરોના કેસોને લઇ ગુજરાતના 4 મહાનગરોની પાલિકામાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા ST નિગમ દ્વારા એકશન પ્લાન બનાવામાં આવ્યો છે જેમાં મુસાફરો માટે બાસપાસ પીકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યાં છે જ્યાં રાત્રે પણ આ પિકઅપ પોઇન્ટ ઉપર ST નિગમના કર્મચારીઓ હાજર રહેશે। ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પીકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. જે પીકઅપ પોઈન્ટથી શહેર અને નજીકના સ્થળ પરથી ST બસો મળી રહેશે આ પીકઅપ સ્ટેન્ડ પરથી રાત્રિના સમયે પણ નિગમના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ બાય રહેશે।
સુરતના પીકઅપ પોઇન્ટ - સુરત મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડી પાસેથી બસ સેવા મળશે।
અમદાવાદના પીકઅપ પોઇન્ટ - સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે, અસલાલી, હાથીજન સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાય પાસ જતી બસ મળશે।
વડોદરાના પીકઅપ પોઇન્ટ - વડોદરા શહેરમાં દુમાંડ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડનચોકડી, જીએનએફસી, છાણી જકાતનાકાથી બસ સેવા મળશે।
રાજકોટના પીકઅપ પોઇન્ટ - રાજકોટ ગોંડલ ચોકડી, હાજી ડેમ ચોકડી, ગરનલેન્ડ, માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે। આમ ગુજરાતમાં હાલ 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું લગાવામાં આવ્યો હોઈ ત્યારે 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યુંને લઇ ST નિગમે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે ત્યારે ST નિગમે મુસાફરોને બસમા બેસવા માટે પડાપડા ન કરવા અપીલ કરી છે.