ગુજરાતના વિકાસની પોલ ખુલી - અનેક જગ્યાએ મતદાનનો બહિષ્કાર

ગુજરાત રાજ્યમાં જિલ્લા - તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે ત્યારે જ કેટલાક ગામોમાંથી ચૂંટણી બહિષ્કાર થયાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આણંદ જિલ્લા બોરસદ તાલુકાના ડભાસી ગામમાં આવેલા 4 મતદાન મથક પર સવારના 7 વાગ્યાથી અત્યાર સુધી એક પણ મત પડ્યો ન હતો. બૂથ ઉપર 8 કલાકથી ચૂંટણી સ્ટાફ મતદારોની રાહ જોઈ બેઠો રહ્યો. થોડા દિવસો પહેલા જ જ્યારે ડભાસી હાઈવે પર ગરનાળા બનાવવાને લઈને ગ્રામજનો આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને લઇ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન કરવા નહી જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ પંચમહાલ જિલ્લાના કાલોલની શક્તિપુરા વસાહત-2માં વસતા સ્થાનિકોએ મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. અહીંના મતદાન મથકો પણ સૂમસામ રહ્યા છે. અહીં નર્મદા ડેમના વિસ્થાપીતોનો વસવાટ છે. વર્ષ 1994થી અહીં રહેતા વિસ્થાપિતોને સરકારી યોજનાઓનો લાભ ન મળ્યો હોવાથી મતદાન કરવા નહી ગયા હોવાનું જાણવા મળેલ છે. મતદાન બહિષ્કાર અંગે જાણ થતાં પોલીસ કાફલો અને CRPFની ટૂકડી સહીત મામલતદાર સ્ટાફે સાથે સ્થાનિકોને સમજાવવા પહોંચ્યા હતા અને સમજાવા ઘણા પ્રયત્ન પણ કર્યા હતા છતાં લોકો ટસના મસ થયા નહોતા થયા અને પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા હતા. લુણાવાડાના માલતલાવડી ગામેથી પણ મતદાન બહિષ્કારના સમાચાર સામે આવ્યા છે. અહીં મતદાન મથક 5 કિલોમીટર દૂર હોવાથી “બૂથ નહીં તો વોટ નહીં”ના સુત્રોચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. આ સિવાય ભૂજના દેશલપર ગામે પંચાયતની જમીન ખાનગી ટ્રસ્ટને સોંપવાના નિર્ણય કરતા વિરોધમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો સામુહિક નિર્ણય લીધો છે. ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના નાવાદ્રા ગામે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર થયો છે તો છોટાઉદેપુરમાં બોડેલીના તરગોળ ગામે પણ ચૂંટણી બહિષ્કાર કરતા ગામના કુલ 725 પૈકી માત્ર 1 જ મતદારે મતદાન કર્યું હતું જ્યાં ગામમાં રોડ રસ્તા નહિ બનતાંચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો આમ આ તમામ બુથ પર મતદારો ન આવતા ચૂંટણી અધિકારીઓ મતદારોની રાહ જોઈ બેસી રહ્યા હતા.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com