ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાંથી સુધારે - વાંચો શું છે કારણ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાંથી સુધારે - વાંચો શું છે કારણ

દેશમાં ગુજરાત સહીત અનેક રાજયોમાં ગંભીર ગુન્હા વધતા કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે દેશનાં 8 રાજયોમાં 1000 વ્યકિત દીઠ માત્ર 1 પોલીસ હોવાનું જાહેર થયુ છે.
રાજ્યોમાં પોલીસની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે અને તે પાછળનુ મુખ્ય કારણ છે બજેટમાં કાપ. ઈન્ડીયન જસ્ટીસ રીપોર્ટમાં જાણવામાં આવ્યું છે કે પર્યાપ્ત બજેટ ફાળવણી થતી ન હોવાથી 8 રાજયોમાં 1000 લોકો દીઠ માત્ર 1 પોલીસ જવાન છે. આ રિપોર્ટ દેશના 18 મોટા અને મધ્યમ રાજયોનો સર્વે કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2020 ની સ્થિતિએ 3 રાજયોમાં પોલીસની 30 ટકા જગ્યા ખાલી હતી. રીપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પોલીસ માટે નિયત થતા વાર્ષિક બજેટમાં મોટાભાગનો ખર્ચ પગાર ચુકવણામાં જ થઈ જાય છે. એટલે નવી ભરતી કરવામાં મુશ્કેલી પડે છે/ આમ બેજટ નહિ હોવાથી પોલીસને આધુનિક તાલીમ આપવાની પ્રક્રિયાને પણ અસર થાય છે. રાષ્ટ્રીય સ્તરે 90 ટકાથી વધુ પોલીસ જવાનો આધુનિક તાલીમ મેળવ્યા વિના જ ફરજ બજાવે છે. કુલ બજેટનાં માત્ર 1.13 ટકાની જ ફાળવણી તાલીમ માટે થાય છે.