ગીર સોમનાથ : ટુરિઝમ અને આરકોલોજી વિભાગે જર્જરિત સૂર્ય મંદિરોની મુલાકાત લીધી

પ્રભાસ તીર્થ ના હજારો વર્ષ જુના અને જર્જરિત સૂર્ય મંદિરો હાલ એકાએક ચર્ચા માં આવ્યા છે.
અને તેનું કારણ છે સોમનાથ નગરપાલિકા ના પ્રમુખ નું પી.એમ મોદી ને કરાયેલ ટ્વિટ.
સોમનાથ નગરપાલિકા ના ઉત્સાહી પ્રમુખ પિયુષ ફોફનડી ના જણાવ્યા મુજબ તેઓ દ્વારા બે દિવસ પૂર્વે જર્જરિત સૂર્ય મંદિર ની તસવીરો સાથે પી.એમ નરેન્દ્ર મોદી ને ટીવીટ કરી ધ્યાન દોર્યું હતું.
ટ્વીટ બાદ પી.એમ.ઓ માંથી રાજ્ય ના ટુરિઝમ અને આરકોલોજી વિભાગ ને રિપોર્ટ માટે આદેશ છૂટતા બન્ને વિભાગ ની ટીમ પ્રભાસ તીર્થ માં આવી પહોંચી હતી અને જર્જરિત સૂર્ય મંદિરો નો રૂબરૂ મુલાકાત સાથે પાલિકા પ્રમુખ પિયુષ ફોફનડી પાસે થી બેઠક યોજી વિગતો મેળવી હતી.
પ્રભાસ તીર્થ ક્ષેત્ર ના પૌરાણિક સૂર્ય મંદિરો અંગે સ્થાનિક સોમપુરા તીર્થપુરોહિત બટુકશંકર દવે ના જણાવ્યા પ્રમાણે સ્કંદ પુરાણ માં ઉલ્લેખ મુજબ પ્રભાસ ક્ષેત્ર માં પાંડવો ના અજ્ઞાતવાસ દરમિયાન ભીમે 12 જેટલા સૂર્ય મંદિરો ની સ્થાપના કરી હતી.
દેશ માં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજે છે પ્રભાસ તીર્થ માં જ પાંચ જેટલા સૂર્ય મંદિરો હાલ જર્જરિત સ્થિતિ માં મોજુદ છે.
પી.એમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૌરાણિક સૂર્ય મંદિરો ની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતા પ્રભાસ ક્ષેત્ર ના લોકો માં ખુશી સાથે પૌરાણિક સૂર્ય મંદિરો ફરી ઉજાગર થવા ની આશા જાગી છે.
અંદાજે પાંચેક હજાર વર્ષ પુરાણા આ સૂર્ય મંદિરો હાલ તો જર્જરિત અવસ્થામાં વર્ષો જુના ઇતિહાસ ની સાક્ષી પુરી રહ્યા છે.
છેલ્લા ઘણાં વર્ષો થી રાજ્ય સરકાર ના પુરાતત્વ વિભાગ દ્વારા આ પૌરાણિક મંદિરો ને આરક્ષિત કરાયા છે.
હાલ પી.એમ.ઓ ના આદેશ બાદ હરકત માં આવેલ રાજ્ય ના ટુરિઝમ અને આરકોલોજી ડિપાર્ટમેન્ટ ના રિપોર્ટ બાદ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે તો સમય જ બતાવશે પરંતુ પી.એમ મોદી જ્યારે આ મુદ્દે સક્રિય થયા છે એટલે સ્થાનિકો માં આ પૌરાણિક સૂર્ય મંદિરો ફરી ઉજાગર થશે તેવી આશા જાગી છે.