ગીર સોમનાથ : વિખુટા પડેલા યુ.પી ના આધેડનું વેરાવળ ખાતે પરિવાર સાથે મિલન

આ દ્રશ્ય છે વેરાવળ જુનાગઢ રોડ પર આવેલ નિરાધાર નો આધાર આશ્રમ ના...
અહીં રસ્તે રઝળતા બિનવારસી અસ્થિર મનોસ્થિતિ ધરાવતા વ્યક્તિ ઓ ને લાવી સાર સંભાળ કરવા માં આવે છે અને કહી શકાય કે, સાચા અર્થમાં માનવસેવા કરવા માં આવે છે.
આશ્રમ માં લવાયેલા વ્યક્તિઓના પરિવાર ની શોધખોળ કરી પરિવાર જનો સાથે મિલન કારવાય છે.
આવા જ ઉત્તરપ્રદેશ ના દોઢ વર્ષ પૂર્વે લાપતા બનેલ આધેડ ને ફરી પરિવાર સાથે મિલન કરાવવા માં નિરાધાર નો આધાર સંસ્થા નિમિત્ત બની છે.
આશ્રમ નું સંચાલન અને સેવા આપતા જનક પારેખે જણાવ્યું હતું કે, ત્રણ માસ પૂર્વે ટોલ નાકા નજીક આ વ્યક્તિ માનસિક અસ્થિર અને મેલીધેલી હાલત માં બિનવારસુ મળી આવેલ જેને અમારા આશ્રમ ખાતે લાવી તેની સાર સંભાળ રાખવા માં આવી રહી હતી,આ વ્યક્તિ ને તેના પરિવાર અંગે અવાર નવાર પૂછપરછ કરતા પરંતુ અસ્થિર મગજ ના કારણે કોઈ ચોક્કસ વિગત મળતી નહોતી.
એક વાર આ વ્યક્તિ એ પોતે ઉત્તરપ્રદેશ ના ઓસીયા ગામ નો હોવા નું જણાવતા અમે ઉત્તરપ્રદેશ ના પોલીસ ની મદદ મેળવી તપાસ કરતા દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધ ત્યાંથી લાપતા બનેલ જેનું નામ નંદલાલ યાદવ હોવાની માહિતી મળેલ...
જેથી પોલીસ મારફતે તેમના પરિવાર જનો ને જાણ કરતા તેઓ હાલ તેમના સ્વાજન લેવા આવી પહોંચ્યા છે.
દોઢ વર્ષ થી સ્વાજન ની શોધખોળ કરતા પરિવાર જનો પણ જ્યારે તેમને મળ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા...અને સ્વાજનો નિરાધાર ના આધાર સંસ્થા નો આભાર વ્યક્ત ,કર્યો હતો.
વેરાવળ સોમનાથ વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષ થી કાર્યરત "નિરાધાર નો આધાર" સંસ્થા નામ તેવા જ કાર્ય કરી રહી છે અને નિસ્વાર્થ ભાવે જેનું કોઈ નથી.. જે અત્યંત દયનિય સ્થિતિ માં હોય તેવા માનવ જીવ ની સેવા નું ઉમદા કાર્ય કરી રહી છે. આ સંસ્થા માં હાલ 58 જેટલા આવા લોકો ની સર સંભાળ થઈ રહી છે અને અત્યાર સુધી માં 27 જેટલા લોકો ને સાજા કરી તેમના પરિવાર સાથે મિલન કરાવવા માં સફળતા મેળવી છે.
સાંપ્રત સમય માં સેવા એજ પરમોધર્મ ના સૂત્ર ને આ સંસ્થા ના સંચાલકો એ સાચા અર્થમાં સાર્થક કર્યું છે.