ઘાયલ પક્ષીઓને બચાવવા ગુજરાત સરકારની SOP શું છે વાંચો

ઘાયલ પક્ષીઓને બચાવવા ગુજરાત સરકારની SOP શું છે વાંચો

ગુજરાતમાં હાલમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાય રહ્યાં છે. ત્યારે સરકારે ઉતરાયણ પર્વ નિમિતે કે પછી બર્ડ ફ્લુમાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરનારા લોકો માટે SOP તૈયાર કરી છે. જેમાં પક્ષીઓને બચાવનારા વોલેન્ટિયરએ ફરજિયાત PPE કીટ તથા હાથના મોજા પહેરવા પડશે. પક્ષીઓને બચાવનારા વોલેન્ટિયર માટે PPE કીટ પણ સંસ્થાઓએ જાતે જ ખરીદવી પડશે. કરૂણા અભિયાનની કામગીરી દરમ્યાન દરમિયાન પ્રવર્તમાન કોવિડ-19 અંગેની તમામ ગાઇડલાઇન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર સાબુથી હાથ ધોવા તથા સેનેટાઇઝરનો ઉપયોગનું પાલન કરવાનું રહેશે.
1, જિલ્લાઓમાં નોંધાયેલ બર્ડ ફલુના કેસને ધ્યાને લેતાં કરૂણા અભિયાનમાં મર્યાદિત સંખ્યામાં બિનસરકારી સંસ્થાના સ્વયંસેવકો ભાગ લે તેમજ તમામ સંસ્થાઓએ આ કામગીરી માટે સિમીત સંખ્યામાં સ્વયં સેવકો ફાળવવાના રહેશે.
2, પક્ષી બચાવ અને સારવાર દરમિયાન વન વિભાગના તમામ અધિકારીએ ડીસ્પોઝેબલ PPE સુટ અને હાથના મોજા પહેરવાના રહેશે.
3, જો કોઇ મૃત પક્ષી મળી આવે તો તેને ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગમાં પેક કરી નજીકના પશુપાલન વિભાગના સારવાર કેન્દ્રમાં અલગથી સુપ્રત કરવાનું રહેશે.
4, ઘાયલ પક્ષીઓને કાળજીપૂર્વક કન્ટેનરમાં મૂકી સારવાર કેન્દ્ર પહોચતા કરવાના રહેશે. કન્ટેનરના ઉપયોગ પછી તેને સેનેટાઇઝ કરવાનું રહેશે.
5, બિનસરકારી સંસ્થાઓ કરૂણાા અભિયાનમાં સહભાગી થવા માંગતી હોય તેઓએ તેમના તમામ સ્વયં સેવકોને પુરતા પ્રમાણમાં PPE કીટ, હાથના મોજા, પ્લાસ્ટીકની ઝીપલોક બેગ અને ઘાયલ પક્ષીઓને ટ્રાન્સ્પોર્ટ કરવા માટે યોગ્ય કન્ટેનર ફરજિયાત પુરા પાડવાના રહેશે.
6, જે સંસ્થાઓ ઉપરોકત સાધન સામગ્રી પુરી પાડી સક્ષમ ન હોય તેઓ કરૂણા અભિયાનમાં જોડાઇ શકશે નહી.
રાજ્યના મુખ્ય 4 શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં કોર્પોરેશનના કર્મચારીઓને પુરતા પ્રમાણમાં PPE કીટ, હાથના મોજા, પ્લાસ્ટીકની ઝીપલોક બેગ અને ઘાયલ પક્ષીઓને ટ્રાન્સ્પોર્ટ કરવા માટે યોગ્ય કન્ટેનર આપી તા.11 થી 20 જાન્યુઆરી સુધી ઘાયલ પક્ષીઓને વિવિધ વિસ્તારમાંથી કાળજીપૂર્વક એકત્ર કરી નજીકના સારવાર કેન્દ્રો ઉપર પહોંચાડવાની કામગીરી સોંપવાની રહેશે. આ માટે સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોએ વન વિભાગ અને પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓનું માર્ગદર્શન અને સહયોગ મેળવવાનો રહેશે.