ઘર ખરીદનારને મોદી સરકારની રાહત

ઘર ખરીદનારને મોદી સરકારની રાહત

ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 માં જાહેરાત કરી હતી જેમાં નાણાંમંત્રીએ 2,65,080 કરોડ રૂપિયાનું આર્થિક રાહત પેકેજની જાહેર કર્યું હતું. આ પેકેજમાં સરકારે ઉદ્યોગની સાથે મજૂર, ખેડૂત અને મધ્યમ વર્ગને પણ રાહત આપતા કહ્યું હતું કે ઘર ખરીદનારા અને ડેવલપર્સને પણ ટેક્સમાં રાહત અપાશે. સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યૂમાં અંતરને 10 ટકાથી 20 ટકા સુધી કરવાનો નિર્ણય લેવાયો છે. જો તમે અલગ અલગ સામાનની એક બાસ્કેટ બનાવીને ગિફ્ટ કરો છો તો અલગ અલગ  GST વાળા પ્રોડક્ટ્સની સાથે પેકેજિંગ પર જીએસટી લાગશે. બાસ્કેટમાં  GSTના સૌથી ઉંચા રેટના પ્રોડક્ટના આધારે  GST લાગશે. તેનાથી છૂટના વિસ્તારમાં આવનારા સામાન ઉપર પણ  GST લાગી જશે. સેક્શન 43 સી અને 50 સીના આધારે ખરીદનાર અને વેચનારને ટેક્સ ચૂકવવો પડતો હતો.
મોદી સરકારે ઘર ખરીદનારાને દિવાળીની ગિફ્ટ આપી છે. સરકારે ઘરની ખરીદી પર સર્કલ રેટમાં ભારે છૂટની જાહેરાત કરી છે. સરકારે સર્કલ રેટમાં છૂટને 10 ટકાથી વધારીને 20 ટકા સુધીની કરી છે. નાણાંમંત્રીએ 2 કરોડ રૂપિયા સુધીની હાઉસિંગ યૂનિટની પહેલીવાર સર્કલ રેટથી ઓછી કિંમતના વેચાણ પર ટેક્સના નિયમોમાં છૂટની જાહેરાત કરી છે. સરકારની આ યોજનાથી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટને ફાયદો થશે અને સાથે મધ્યમ વર્ગ રાહત અનુભવી શકશે.